ગાંધીનગર

Gujaratના સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

ગાંધીનગર: રાજ્યના સરકારી કર્મચારીઓ માટે સરકારે સારા સમાચાર આપ્યા છે. રાજ્ય સરકારના નાણા વિભાગે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે.

હવેથી 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. આમ હવે પેન્શનર્સ અને કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું મળશે.

4.45 લાખ કર્મચારીઓને લાભ

આપણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય: કર્મચારી,અધિકારીઓની નિવૃત્તિ-અવસાન ગ્રેજ્યુઈટીમાં 25 ટકાનો વધારો

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના લગભગ 4.45 લાખ કર્મચારી સહિત 4.63 લાખ પેન્શનર્સને મળશે. હવેથી 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. આમ હવે પેન્શનર્સ અને કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું મળશે.

જેમાં રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે (પેઈડ ઈન જાન્યુઆરી 2025) રોકડમાં ચૂકવવાની રહેશે. જેમાં મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતા ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં.

આપણ વાંચો: આસારામે આજીવન કેદની સજા રદ કરવા કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે માંગ્યો જવાબ…

53 ટકા મોંઘવારી ભથ્થું

1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. આમ હવે પેન્શનર્સ અને કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું મળશે.

ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓને અત્યાર સુધી 50 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું હતું, હવે તેમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે મોંઘવારી ભથ્થું વધીને 53 ટકા થઈ ગયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button