સ્પોર્ટસ

ICC ટેસ્ટ રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલને નુકશાન, આ બેટ્સમેન નં.1 પર યથાવત…

મુંબઈ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ દ્વારા નવી ટેસ્ટ રેન્કિંગ (ICC test ranking) જાહેર કરવામાં આવી છે, બેટિંગ રેન્કિંગમાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. ઈંગ્લેન્ડનો જો રૂટ હજુ પણ નંબર વન પર યથાવત છે, જ્યારે ભારતના યશસ્વી જયસ્વાલને નુકશાન પહોંચ્યું છે. દક્ષિણ આફ્રિકાના ટેમ્બા બાવુમાને ટોપ 10માં સ્થાન મળ્યું છે.

આ પણ વાંચો : ઉર્વિલ પટેલે અક્ષર પટેલને અપાવી વધુ એક ધમાકેદાર જીત, હાર્દિક પંડ્યાનો રેકૉર્ડ તોડી નાખ્યો

આ ખેલાડી નં.1 પર યથાવત:

જો રૂટ છેલ્લી મેચમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો, તેથી તેનું રેટિંગ ઘટ્યું છે, છતાં ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ટેસ્ટ રેન્કિંગમાં હજુ પણ નંબર વન પર છે, તેનું રેટિંગ હાલમાં 895 છે. આ દરમિયાન ઈંગ્લેન્ડનો હેરી બ્રુક હવે બીજા સ્થાને પહોંચી ગયો છે, તેણે બે સ્થાનની છલાંગ લગાવી છે, તેનું રેટિંગ 854 છે. હેરી હવે જો રૂટની નજીક આવી રહ્યો છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન હજુ 3 નંબર પર યથાવત છે, તેનું રેટિંગ 830 છે.

જયસ્વાલને નુકશાન:

ભારતના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને નુકશાન પહોંચ્યું છે, તે બીજા સ્થાનથી ચોથા નંબર પર પહોંચી ગયો છે, તેનું રેટિંગ 825 જેટલું જ છે. હેરી બ્રુકના કારણે જયસ્વાલને નુકસાન થયું છે. જો કે, યશસ્વીને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની બીજી મેચમાં મોટી ઇનિંગ રમવાની તક મળશે. આલળ જતા તેની રેટિંગ સુધારી શકે છે.

આ પણ વાંચો : પીવી સિંધુ લગ્ન કરશેઃ ભાવિ પતિ વેન્કટ દત્તા સાઇ કોણ છે? આઇપીએલ સાથે શું કનેક્શન છે?

રેન્કિંગમાં 4થી 10 સ્થાન:

ન્યુઝીલેન્ડનો ડેરીલ મિશેલ 753 રેટિંગ સાથે 5માં નંબર પર યથાવત છે. ભારતનો ઋષભ પંત હજુ પણ 736 રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર છે. શ્રીલંકાના કામેન્દુ મેન્ડિસને બે સ્થાનનો ફાયદો થયો છે, 733 ના રેટિંગ સાથે તે સાતમાં ક્રમે છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ વધુ એક સ્થાન નીચે આવીને 726 રેટિંગ સાથે 8મા ક્રમે આવી ગયો છે. પાકિસ્તાનનો સઈદ શકીલ એક સ્થાન સરકીને 9મા નંબર પર આવી ગયો છે. દરમિયાન, દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમાએ 14 સ્થાનની છલાંગ લગાવી છે, તે હવે 715 રેટિંગ સાથે 10માં નંબર પર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button