સ્પોર્ટસ

શિખર ધવને આ લીગમાં શાનદાર ફિફ્ટી ફટકારી, દર્શકો જોતા રહી ગયા

કાઠમંડુ: એક સમયના ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શિખર ધવન(Shikhar Dhawan)ને આ વર્ષે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, પણ શિખર વિવિધ ક્રિકેટ લીગમાં ભાગ લઇ રહ્યો છે. હાલ ચાલી રહેલી નેપાળ પ્રીમિયર લીગ (NPL)માં શિખર ધવને ધુંઆધાર બેટિંગ કરી હતી. શિખર ધવને કરનાલી યાક્સ ટીમ તરફથી શાનદાર ફિફ્ટી ફટકારી હતી.

NPLમાં શિખરની શરૂઆત સારી રહી ન હતી કારણ કે પ્રથમ મેચમાં માત્ર 14 રનમાં આઉટ થઈ ગયો હતો. જયારે બીજી મેચમાં શિખરે તાબડતોબ બેટિંગ કરી હતી. કાઠમંડુ ગુરખા સામે કરનાલી યાક્સ માટે બેટિંગ કરતા ધવને શરૂઆતમાં ધીમી બેટિંગ કરી હતી. શરૂઆતના 35 બોલમાં તેણે માત્ર 33 રન બનાવ્યા હતાં, તેણે અંતિમ ઓવરોમાં ફટકાબાજી શરુ કરી હતી અને કુલ 51 બોલમાં 72 રન બનાવ્યા. આ સાથે કરનાલી યાક્સની ઇનિંગ 20 ઓવરમાં 149/5ના ટોટલ પર સમાપ્ત થઇ.

https://twitter.com/OfficialNPLT20/status/1864180450216087697

નેપાળ પ્રીમિયર લીગમાં ધવન સૌથી મોટું નામ છે. કરનાલી યાક્સ સાથે ધવનના કરારની ચોક્કસ વિગતોની પુષ્ટિ થઈ નથી, પરંતુ અહેવાલો અનુસાર, તે ફ્રેન્ચાઇઝી માટે ચાર મેચ રમશે. અહેવાલ મુજબ, NPL 2024માં ધવનને મેચ દીઠ 30,000 યુએસ ડોલર ચૂકવવામાં આવશે.


Also read: મગજ મંથન : એટલે જ માતા દીકરીને જન્મ આપતા અચકાય છે!


NPL વિષે:
નેપાળમાં ક્રિકેટની લોકચાહના વધી રહી છે. શિખર ધવન જેવા ખેલાડીને રમતા જોવું એ નેપાળના ક્રિકેટ ચાહકો માટે ઉત્સાહજનક વાત રહી. કીર્તિપુરનું સ્ટેડિયમ દર્શકોથી ભરાયેલું જોવા મળ્યું હતું.

દરમિયાન, NPL 2024એ નેપાળમાં T20 લીગનું પ્રથમ એડીશન છે. આઠ ટીમો ધરાવતી આ ટુર્નામેન્ટ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાશે જેમાં દરેક ટીમ એક વખત અન્ય ટીમ સામે રમશે. ટોચની ચાર ટીમો પ્લેઓફમાં પહોંચશે, જેમાં બે ક્વોલિફાયર, એક એલિમિનેટર અને 21 ડિસેમ્બરે ફાઇનલ રમાશે. ધવન, માર્ટિન ગુપ્ટિલ, જેમ્સ નીશમ અને સોહેલ તનવીર સહિતના ટોચના ક્રિકેટ સ્ટાર્સ આ લીગમાં જોવા મળશે. લીગની તમામ 32 મેચો કીર્તિપુરના ત્રિભુવન યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button