પોડ ટેક્સી પ્રોજેક્ટ સાયન સ્ટેશન સુધી વિસ્તારવાની યોજના છે MMRDA ની…
મુંબઇઃ કુર્લા – BKC – બાંદ્રા વિસ્તારમાં ટ્રાફિકની ભીડને હલ કરવા માટે બનાવવામાં આવી રહેલા Pod Taxi પ્રોજેક્ટને બીજા તબક્કામાં સાયન રેલવે સ્ટેશન સુધી લંબાવવાની મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ની યોજના છે.
આ પણ વાંચો : સચિન તેંડુલકર વિનોદ કાંબલીને મળ્યો, કાંબલીએ હાથ પકડી લીધો, જુઓ ભાવુક વિડીયો
પોડ ટેક્સી પ્રોજેક્ટ MMRDA દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે અમલમાં મૂકવામાં આવશે. હૈદરાબાદ સ્થિત કંપની સાઈ ગ્રીન મોબિલિટીને પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે રૂ. 1,160 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. એવું અનુમાન છે કે 2027માં બાંદ્રાથી કુર્લા રૂટ પર પોડ ટેક્સીઓ દોડતી થઇ જશે.
હવે MMRDA બીજા તબક્કામાં પોડ ટેક્સી પ્રોજેક્ટને સાયન રેલવે સ્ટેશન સુધી લંબાવવાનું વિચારી રહી છે. આ માર્ગ ધારાવીમાંથી પસાર થશે. ધારાવી હાલમાં રિડેવલપમેન્ટ હેઠળ છે. કામ પૂર્ણ થઇ ગયા બાદ આ વિસ્તારમાં નવી પરિવહન વ્યવસ્થાની જરૂર પડશે. તેથી MMRDA દ્વારા આ નવા વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
BKCમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આવી રહ્યો છે. આ ઉપરાંત અહીં વિશઆળ ઇમારતોવાળા ઇન્ફ્રા. પ્રોજેક્ટ્સ પણ આવી રહ્યા છે. તેવા સમયે પોડ ટેક્સી સિસ્ટમને ભીડને નિવારવા અને કનેક્ટિવિટી સુધારવા માટે એક મહત્વપૂર્ણ ઉકેલ તરીકે જોવામાં આવે છે.
MMRDA 2031 સુધીમાં પોડ ટેક્સી રૂટ બનાવવાની યોજના ધરાવે છે. પ્રથમ તબક્કામાં રૂટની લંબાઈ 8.8 કિમી છે અને બીજા તબક્કાના રૂટ સાથે મુંબઈમાં પોડ ટેક્સી સેવાનો કુલ રૂટ 13.5 કિમીનો થશે. હાલમાં તો પ્રતિ કિ.મી. દીઠ 21 રૂપિયા ભાડુ નિર્ધારીત કરવામાં આવ્યું છે. એક પોડ ટેક્સીમાં છ જણ બેસી શકશે. પોડ ટેક્સીની સ્પીડ 40 કિ.મી. પ્રતિ કલાક રહેશે.
આ પણ વાંચો : શાળાના બાળકો સામે થતા જાતીય ગુનાઓને રોકવા સલામતી વ્યવસ્થા વિકસાવવામાં આવશે
પોડ ટેક્સીના પ્રથમ તબક્કામાં કુર્લા રેલ્વે સ્ટેશન, ભાભા હોસ્પિટલ, એલબીએસ રોડ, યુએસ કોન્સ્યુલેટ, ટ્રાઇડેન્ટ હોટેલ, પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ, એમસીએ સ્ટેડિયમ, ડાયમંડ બુર્સ, જિયો વર્લ્ડ સેન્ટર, સેબી ભવન, IL&FS, NSE, SBI, GST બિલ્ડિંગ, MMRDA, ફેમિલી કોર્ટ, બાંદ્રા રેલવે સ્ટેશન રાખવામાં આવ્યા છે અને બીજા તબક્કામાં ન્યૂ મિલ રોડ, ઇક્વિનોક્સ, ટેક્સીમેન કોલોની, એમટીએનએલ, સીબીઆઈ હેડક્વાર્ટર, અંબાણી સ્કૂલ, બીકેસી ફાયર સ્ટેશન, એમએમઆરડીએ ગ્રાઉન્ડ, એશિયન હાર્ટ હોસ્પિટલ, ધારાવી ડેપો અને સાયન રેલવે સ્ટેશન રાખવામાં આવ્યા છે.