નેશનલ

Delhi murder: આજે માતા-પિતાની લગ્નની તિથી ઉજવવાનો પ્લાન કરી રહ્યો હતો દીકરો ને…

નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હીને આપણે ભલે એક શહેર માનતા હોય પરંતુ અહીં ઘણા વિસ્તારો સુવિધાની દૃષ્ટિએ ગામડા જેવા પણ છે. આમાનો એક છે નેબ સરાયની બાજુનો દેવલી ગામનો વિસ્તાર પણ છે. અહીં આજે સવારે ત્રિપલ મર્ડરની બનેલી ઘટનાએ સૌને હચમચાવી નાખ્યા છે. ઘટના બહાર આવતા જ આપના મુખ્ય પ્રધાન આતિશીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. દિલ્હીની સુરક્ષાની જવાબદારી કેન્દ્રની હોવાથી આતિશીએ વધતી જતી ગુનાખોરી માટે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે.

અહીંના દેવલી ગામમાં એક રિટાયર્ડ આર્મી સ્ટાફ અને તેમનો પરિવાર રહે છે. પરિવારનો દીકરો આજે સવારે પાંચેક વાગ્યે મોર્નિગ વૉક માટે નીકળ્યો હતો. આજે મમ્મી-પપ્પાની મેરેજ એનિવર્સિરી કઈ રીતે મનાવવી તે વિચારતો તે જ્યારે ઘરે પાછો આવ્યો ત્યારે તે ઘરનું દૃશ્ય જોઈ અવાચક થઈ ગયો. તેણે હિંમત એકઠી કરી પડોશીઓને બોલાવ્યા. ઘરમાં પડોશીઓએ જોયું તો યુવકના માતા-પિતા અને 23 વર્ષીય બહેનની હત્યા થઈ ગઈ હતી અને ત્રણેયની લાશ લોહીના ખાબોચિયામાં પડેલી જોવા મળી.

પડોશીઓએ પોલીસને બોલાવી અને યુવકને સંભાળવાની કોશિશ કરી. યુવક મેરેજ એનિવર્સરીનું જ રટણ કર્યા કરે છે અને આ ઘટના થઈ હોવાનું તે માનવા તૈયાર નથી.

આ પણ વાંચો : Khyati Case માં વધુ એક મોટો ખુલાસો, નફો વધારવા મીટિંગમાં…

પોલીસ નાની મોટી ચોરી માટે આવેલા ચોરે આ હત્યાઓને અંજામ આપ્યો કે બીજો કોઈ મામલો છે તેની તપાસ કરી રહી છે.
મૃતકની ઓળખ રાજેશ તંવર(55), કોમલ (47) અને કવિતા (23) તરીકે થઈ છે. ત્રણેયનું ગળું ચીરી હત્યા કરવામાં આવી છે. પોલીસ સીસીટીવી કેમેરા વગેરે ચેક કરી રહી છે. દિલ્હીમાં ગુનાખોરીના કેસ સતત વધી રહ્યા છે અને દેશની રાજધાની સુરક્ષિત નથી તે સૌ કોઈ માટે ચિંતાનો વિષય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button