આ તે કેવો વિકાસ? માત્ર એક જ રાજ્યના 400 મજૂરોના મોત
ભુવનેશ્વર: ઓડિશામાંથી લાખો શ્રમિકો રોજગારીની શોધમાં અન્ય રાજ્યોમાં સ્થાનાંતર (Odisha Migrant laborers death) કરે છે, જેમાંથી ઘણા શ્રમિકો પરત વતન નથી ફરી શકતા. મંગળવારે ઓડિશાની વિધાનસભામાં ચોંકાવનારા આંકડા રજુ કરવામાં આવ્યા હતાં. છેલ્લા 10 વર્ષમાં ઓડિશાથી અન્ય રાજ્યોમાં કામ કરવા ગયેલા 400 થી વધુ પરપ્રાંતિય મજૂરો મૃત્યુ પામ્યા છે.
ભાજપના વિધાનસભ્ય ટાંક ધર ત્રિપાઠીના પ્રશ્નના જવાબમાં રાજ્યના શ્રમ અને કર્મચારીઓના રાજ્ય વીમા પ્રધાન ગણેશ રામ સિંહકુટિયાએ જણાવ્યું હતું કે 2015 થી 2024 ની વચ્ચે દેશના વિવિધ ભાગોમાં 403 પરપ્રાંતિય મજૂરોના મોત થયા છે.
તેમણે વધુમાં કહ્યું કે આમાં સૌથી વધુ મૃત્યુ ગંજમ જિલ્લાના 59 શ્રમિકો હતા. આ પછી કાલાહાંડીના 39 શ્રમિકોઅને બોલાંગીરના 35 શ્રમિકોના મોત થયા હતા. અન્ય જિલ્લાઓમાં, કંધમાલમાંથી 32, રાયગડામાંથી 28, બૌધ અને નુઆપાડામાંથી 18-18, ખોરધામાંથી 17 અને નબરંગપુરમાંથી 16 મૃત્યુ નોંધાયા હતા.
Also read: Khyati Case માં વધુ એક મોટો ખુલાસો, નફો વધારવા મીટિંગમાં…
જવાબમાં સ્પષ્ટ નથી જણાવવામાં આવ્યું કે આ મૃત્યુ પાછળના કારણો કુદરતી હતા કે અકુદરતી. પંચાયતી રાજ પ્રધાન રબી નાયકે કહ્યું કે રાજ્યમાંથી લગભગ 1.5 કરોડ પરપ્રાંતિય મજૂરો ગ્રામીણ વિસ્તારોની બહાર કામ કરવા જઈ રહ્યા છે.
વર્ષ 2020 માં કોવિડ લોકડાઉન દરમિયાન રાજ્યમાં પરત ફરેલા શ્રમિકોની નોંધણીથી જાણવા મળ્યું છે કે એકલા ગંજમ અને બોલાંગીર જિલ્લામાં 3.5 લાખથી વધુ પ્રવાસી શ્રમિકો હતા. જો કે આધારકાર્ડના અભાવે અનેક મજૂરોનું રજીસ્ટ્રેશન થઈ શક્યું નથી.
મોટાભાગના પ્રવસી શ્રમિકો આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં ઈંટોના ભઠ્ઠા, હોટલ, ફેકટરીઓ અને કન્સ્ટ્રકશન સાઈટ્સ પર કામ કરે છે. કામ કરવાના સ્થળ પર અસુરક્ષિત પરિસ્થિતિઓને કારણે ઘણા શ્રમિકો અકસ્માતનો ભોગ બને છે અથવા ગંભીર બીમારીથી પીડાય છે.
Also read: સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો, અમૃતસરમાં સુવર્ણ મંદિરના ગેટ પર ફાયરિંગ
મુખ્ય સચિવ મનોજ આહુજાની અધ્યક્ષતામાં તાજેતરની બેઠકમાં સ્થળાંતર કરનારાઓ માટે ચોક્કસ હસ્તક્ષેપની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. સ્થળાંતરિત મજૂરોની માંગ અને સમય અનુસાર મનરેગા હેઠળ કામો આપવાની યોજના છે. કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં સબસિડી આધારિત યોજનાઓને સરળ બનાવવા માટે, વ્યાજ મુક્ત લોનની ગેરંટી વિશે વાત કરવામાં આવી હતી.