ઈન્ટરવલ

ફોકસ: આવું ‘કામ’ સાવ ન-કામુંં…!

-નિધિ ભટ્ટ

વધતી સ્પર્ધા, અન્ય સાથેની સરખામણી અને પોતાને ચડિયાતાં પૂરવાર કરવાની ગળાકાપ સ્પર્ધામાં આપણાં આરોગ્ય તરફ ધ્યાન નથી આપી શકતાં, જે આપણાં સ્વાસ્થ્ય માટે હાનિકારક નિવડે છે. આપણી આજુબાજુ પણ એવાં અનેક લોકો છે જે ઑફિસમાં તણાવપૂર્ણ જીવન પસાર કરે છે. એથી એ વિષય પર આપણે હવે નિખાસલપણે ચર્ચા કરવી જ રહી.

મોટા શહેરોમાં લોકો ધાંધલભર્યું જીવન જીવે છે, માત્ર દોડ્યા જ કરે છે. તેઓ કોઈ તક હાથમાંથી જવા નથી દેવા માગતાં. સફળતા મેળવવાની લ્હાયમાંં તેમના સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે. એથી એમ કહી શકાય કે તક બે ધારી તલવાર જેવી છે.
તણાવ કઈ રીતે આવે છે?

Also Read – એકસ્ટ્રા અફેર : બાઇડનના નાલાયક પુત્રને માફી, કાગડા બધે કાળા

આપણે જીવનમાં ભૌતિક સુખો મેળવવા તરફ આંધળી દોટ લગાવીએ છીએ. શાનદાર લાઇફ પસાર કરવા માટે પૈસા, ગાડી, મોંઘા કપડાં, ફોન અને બ્રૅન્ડેડ વસ્તુઓ ખરીદવાનો શોખ રાખીએ છીએ. આ બધી વસ્તુઓને વધુ મહત્ત્વ આપવાને કારણે માનસિક તણાવ વધે છે.

જીવનમાં મળતી વિવિધ તકોમાંથી કયો પર્યાય પસંદ કરવો એમાં પણ ગડમથલ ઊભી થાય છે. અતિશય કામનું ગૌરવ લેવું એવું વર્કકલ્ચર શા કામનું?

અનેક આઇટી અને અન્ય કંપનીઓ કર્મચારીઓને એક સાધન તરીકે જુએ છે. એને કારણે અતિશય કામ કરવાનું ગૌરવ લેવાનું વર્કકલ્ચર શા કામનું? આ જ કારણ છે કે ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ કર્મચારીઓના કામના કલાકો વધારવાનું વિચારી રહ્યા છે. એથી અનેક લોકો કામના બોજ હેઠળ દબાઈ જશે. વૈશ્ર્વિક માનસિક આરોગ્ય અઠવાડિયા હેઠળ એની થીમ ‘કામ દરમ્યાન આવતો તણાવ કઈ રીતે ઘટાડવો?’ રાખવામાં આવી છે.

પૈસા રળવાના વિવિધ પર્યાયો છે એ વાત ધ્યાનમાં રાખવી

કર્મચારીઓનું માનસિક આરોગ્ય વિશે સજાગ રહેવું એ માત્ર માનવ અધિકારના દ્રષ્ટિકોણથી જ નહીં, પરંતુ જે કંપનીઓ પોતાના કર્મચારીઓની માનસિક અવસ્થાને મજબૂત બનાવવા પર વિચાર કરે એ માટે પણ મહત્ત્વનું છે. એને કારણે કંપનીને જ ફાયદો થવાનો છે.

ઑફિસમાં વધુ પડતાં કામને કરવાની ના પાડવાની ટેવ પણ કેળવવી જોઈએ. કંપની જો કર્મચારીઓના સ્વાસ્થ્ય વિશે વિચાર ન કરે તો આવી કંપનીઓની સફળતાની પણ ચિંતા છોડી દેવી જોઈએ. એવુ વિચારવુ જરાપણ ખોટુ નથી.

ઓછા ખર્ચમાં, ઓછી ઇચ્છાઓ સાથે સમાધાન પૂર્વક જીવન જીવીને સંતોષ રાખવો એ અગત્યનું છે. સ્વાસ્થ્ય સારું હશે તો પૈસા રળી શકાશે.

કામ દરમ્યાન માનસિક આરોગ્ય પર માઠી અસર પડી રહી છે એવું જાણવા મળે તો સમય ગુમાવ્યા વગર માનસિક આરોગ્યના ડૉક્ટરની સલાહ લેવી. કામની અગત્યતાનું વર્ગીકરણ કરીને એને મહત્ત્વ આપવુ જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button