મુંબઈ: ભારતીય શેરબજાર આજે ફરી ઉછાળા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યું. આજે બુધવારે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE) ઇન્ડેક્સ સેન્સેક્સ 190.47 પોઈન્ટના વધારા સાથે 81,036.22 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE)નો નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 31.6 પોઈન્ટના વધારા સાથે 24,488.75 પોઈન્ટ પર ખુલ્યો હતો.
આજે સેન્સેક્સની30માંથી 22 કંપનીઓના શેર્સ વધારા સાથે ખુલ્યા હતાં, જ્યારે 7 કંપનીઓએ ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. એ જ રીતે નિફ્ટીની 50 કંપનીઓમાંથી 34 કંપનીઓના શેર ઉછાળા સાથે ખૂલ્યા હતા અને બાકીની 16 કંપનીઓના શેર રેડ સિગ્નલમાં ઘટાડા સાથે ખુલ્યા હતા.
આ શેરમાં વધારો:
સેન્સેક્સમાં અદાણી પોર્ટ્સના શેર આજે સૌથી વધુ 1.16 ટકાના ઉછાળા સાથે ખુલ્યા હતા. આ ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ 0.84 ટકા, સન ફાર્મા 0.74 ટકા, ટાટા મોટર્સ 0.67 ટકા, બજાજ ફિનસર્વ 0.66 ટકા, એચડીએફસી બેન્ક 0.61 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.61 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 0.54 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 0.47 ટકા, મારુતિ સુઝુકી 0.46 ટકા, TCS 0.43 ટકા, NTPC 0.41 ટકા, ભારતી એરટેલ 0.33 ટકા, ટાટા સ્ટીલ 0.31 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.27 ટકા, એક્સિસ બેન્ક 0.25 ટકા, ITC 0.24 ટકા, નેસ્લે ઇન્ડિયા 0.19 ટકા, JSW સ્ટીલ 0.11ટકા, બજાજ ફાઈનાન્સ 0.11 ટકા, હિન્દુસ્તાન યુનીલીવર 0.07 ટકા અને SBIના શેર 0.05 ટકાના વધારા સાથે ખુલ્યા છે.
આ શેર્સ ઘટાડા સાથે ખુલ્યા:
બીજી તરફ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર આજે મહત્તમ 0.54 ટકાના ઘટાડા સાથે ખુલ્યો હતો. ઈન્ફોસિસના શેર 0.24 ટકા, HCL ટેક 0.23 ટકા, પાવરગ્રીડ 0.12 ટકા, ICICI બેન્ક 0.05 ટકા, ટેક મહિન્દ્રા 0.03 ટકા અને લાર્સન એન્ડ ટુબ્રોના શેર 0.01 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
Also Read – સેબીએ ટ્રાફિકસોલનો આઇપીઓ રદ્ કર્યો, કંપનીને રોકાણકારોના પૈસા પરત કરવા આદેશ
ગઈ કાલે શેર બજાર:
ગઈ કાલે મંગળવારે પણ શેરબજારની ગ્રીન સિગ્નલમાં ઓપનીંગ થઇ હતી અને સારા ઉછાળા સાથે બંધ થયું હતું. ગઈકાલે સેન્સેક્સ 597.67 પોઈન્ટના વધારા સાથે 80,845.75 પોઈન્ટ અને નિફ્ટી 181.10 પોઈન્ટના ઉછાળા સાથે 24,457.15 પોઈન્ટ પર બંધ થયો હતો.