આપણું ગુજરાત

ગુજરાતમાં FSSAI એ 200 ઓઇલ મિલર્સને કેમ આપી નોટિસ? જાણો વિગત

ગાંધીનગરઃ ગુજરાતમાં શિયાળાની (winter 2024) શરૂઆત થઈ ગઈ છે. લોકો સીંગતેલ ભરવા ઓઇલ મિલરોમાં (oil millers) લાઇન લગાવી રહ્યા છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં સ્થાનિક ઓઇલ મિલર પાસેથી સીંગતેલ કે અન્ય ખાદ્યતેલ ખરીદવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ ગુજરાતમાં આશરે 200 મિલરો, ઓઇલ ઉત્પાદકો અને રી-પેકર્સને રિસાયકલ કરેલા ટીનનો (recycled tins) ઉપયોગ કરવા બદલ કાનૂની નોટિસ ફટકારી છે.

અમદાવાદ સહિત આ શહેરોમાં આપવામાં આવી નોટિસ

એફ. એસ. એસ. એ. આઈ. દ્વારા આવા 650થી વધુ એકમોની યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં 200ને નોટિસ મોકલી દેવામાં આવી છે. બાકીના 400 મિલરોને ટૂંક સમયમાં નોટિસ મળશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ, સાણંદ, ચાંગોદર, મહેસાણ, કડી, સુરત, ગોંડાલ અને રાજકોટ જેવા શહેરોમાં આવેલા 200 એકમોને નોટિસ આપવામાં આવી હતી.


Also read: નવી જંત્રી સામે બિલ્ડરો મેદાનમાં; ક્રેડાઈ-ગાહેડએ નોંધાવ્યો વિરોધ…


ખાદ્ય તેલ અને વનસ્પતિ ઘીનું પેકેજિંગ કરવા માટે રિસાયકલ કરેલી ટીનનો ઉપયોગ કરવા પર ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ પ્રતિબંધ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને તરફથી અસંખ્ય ચેતવણીઓ છતાં, મિલરો, તેલ ઉત્પાદકો, વેપારીઓ અને રી-પેકર્સ સહિત ઘણા નાના ઉદ્યોગો, જાહેર આરોગ્યને જોખમમાં મૂકીને નફો મેળવવાની પ્રથા ચાલુ રાખતા હતા. એફ. એસ. એસ. એ. આઈ. એ ચેતવણી આપી છે કે જો તેઓ તેનું પાલન નહીં કરે તો રિસાયકલ કરેલી ટીનનો ઉપયોગ કરતી અથવા વપરાશ કરતી સંસ્થાઓ માટે ગંભીર પરિણામો આવશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ દંડ કરવામાં આવી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button