આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

ફડણવીસને મળ્યા બાદ શિંદે ડે. સી.એમ બનવા થયા તૈયાર!

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યા બાદથી ચાલી રહેલ રાજકીય મડાગાંઠનો અંત આવ્યો છે અને રાજ્યમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે. મંગળવારે ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે કાર્યવાહક મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી.

આ બેઠકમાં નવી સરકારની રચના માટે કામચલાઉ વ્યવસ્થા નક્કી કરવામાં આવી હતી. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે યોજાશે. આ પહેલા આજે ભાજપ વિધાયક દળની બેઠક મળશે, જેમાં મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરવામાં આવશે.

ફડણવીસ અને શિંદેએ પોર્ટફોલિયો અને કેબિનેટ શેરના મુદ્દાઓને અસ્થાયી ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે જેથી નવી સરકાર ગુરુવારે ચાર્જ સંભાળી શકે.
શિવસેનાના શાનદાર પ્રદર્શન છતાં એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન પદ ભાજપને સોંપ્યું છે. તેમણે ડેપ્યુટી સીએમ અને ગૃહ મંત્રાલય પાસે માંગણી કરી છે. આ સિવાય તેમણે અન્ય કેટલાક મુખ્ય વિભાગો અને વિધાનસભા અધ્યક્ષનું પદ પણ માંગ્યું છે.

જો કે, ભાજપ ગૃહ મંત્રાલય અને વિધાનસભા અધ્યક્ષ પદ આપવા તૈયાર નથી, પરંતુ અન્ય વિભાગો પર વાટાઘાટો કરવા તૈયાર છે. આ મડાગાંઠ વચ્ચે ભાજપના નેતા ગિરીશ મહાજન સોમવારે થાણેમાં એકનાથ શિંદેને મળ્યા હતા. આ પછી મંગળવારે મુંબઈમાં ‘વર્ષા’ આવાસ પર શિંદે અને ફડણવીસ વચ્ચે લગભગ 30 મિનિટની બેઠક થઈ હતી. બંનેની મુલાકાત બાદ મડાગાંઠ છૂટી હોય તેવા અહેવાલો મળ્યા છે, જોકે, આ મામલે હજુ કંઇ સ્પષ્ટ થયું નથી. આવતી કાલે શપથ વિધિ છે, તે પહેલા કે ત્યાર બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે એવું લાગી રહ્યું છે. બંને નેતાઓએ શપથગ્રહણમાં સામેલ કરવામાં આવનારા મંત્રીઓની સંખ્યા નક્કી કરી લીધી છે.

શિવસેના અને એનસીપીની માંગ:-
એનસીપીના વડા અજિત પવારે સાત કેબિનેટ અને રાજ્યના ચાર મંત્રી, કેન્દ્રમાં એક કેબિનેટ મંત્રી અને રાજ્યપાલ પદની માંગણી કરી છે. સાથે જ શિવસેનાએ ગૃહ મંત્રાલય અને વિધાનસભા અધ્યક્ષ પદની માંગણી કરી છે. તે જ સમયે, ભાજપે સંકેત આપ્યો છે કે શિવસેનાને 11-12 મંત્રી પદ અને એનસીપીને 9-10 મંત્રી પદ આપવામાં આવી શકે છે, જ્યારે ભાજપ 22-23 મંત્રી પદ પોતાના માટે રાખશે.

Also Read – આજે સસ્પેન્સનો અંત: સાંજ સુધીમાં મુખ્ય પ્રધાનનું નામ જાહેર થઈ જશે…

ભાજપ સમક્ષ પડકાર:-
ભાજપ શિંદેને નારાજ કરવા માંગતી નથી કે એવું લાગે કે શિવસેનાને તોડ્યા પછી ભાજપે તેમની સાથે ગરજ સરી એટલે વૈદ વેરી જેવો ઘાટ ઘડી કોરાણે મૂકી દીધા છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોની આગામી નગરપાલિકાની ચૂંટણીમાં શિંદેની મહત્વની ભૂમિકાને અવગણી શકાય તેમ નથી. શિંદે તેમના સમર્થકો અને પક્ષ સાથે તેમની વિશ્વસનીયતા જાળવવા માટે ગૃહ મંત્રાલય જેવા મુખ્ય વિભાગની માંગ પર અડગ છે. જોકે, ભાજપ તેમને કયા ખાતા ફાળવશે એ હજી સુધી નક્કી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button