અમદાવાદ

Ahmedabad: આરોપી દંપતીને હાઇપ્રોફાઇલ સુવિધા આપવા બદલ ચાર પોલીસકર્મી સસ્પેન્ડ

અમદાવાદ: વાહન ચેકિંગ કરી કરી રહેલી ચાંદખેડા પોલીસની ટીમ પર ચેકિંગ દરમિયાન પોલીસ કર્મચારી ગાડી ચડાવાની કોશિશના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં ઝોન 2 ડીસીપીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનના ચાર પોલીસ કર્મચારીઓને આરોપી દંપત્તિને હાઇપ્રોફાઇલ સુવિધા આપવા બદલ સસ્પેન્ડ કર્યા છે.

આરોપીને હાઇપ્રોફાઇલ સુવિધા આપી

પ્રાપ્ત વિગતો અનુસાર ચાંદખેડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પર ચેકિંગની કામગીરી દરમિયાન ગાડી ચડાવવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. આરોપી દંપત્તિને હાઇપ્રોફાઇલ સુવિધા આપવા બદલ ઝોન 2 ડીસીપીએ ચાંદખેડા PI અને ACP સહિત ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આપણ વાંચો: ગુજરાત પોલીસના “સાથી” સ્નિફર ડોગ્સ; છ મહિનામાં જ ઉકેલી આપ્યા આઠ ગુના!

આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે ચાંદખેડા પીઆઈ અને એસીપી બંને આ અંગે ડીસીપીને સમજાવવા ગયા હતા પણ અધિકારી માન્યા નથી. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર ઝોન 2 ડીસીપીએ પીઆઈ સામે પણ તપાસ આદરી હોવાની ચર્ચા છે.

શું છે સમગ્ર બનાવ

ચાંદખેડા પોલીસની ટીમ 30 નવેમ્બરની રાત્રિના વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી, આ દરમિયાન આરોપી અનુજ પટેલ ત્યાંથી ફોર્ચ્યુનર કાર લઈને પસાર થયો હતો. ત્યારે પોલીસે કારને ચેકિંગ માટે રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કાર ચાલકે ગાડી રોક્યા વિના જ ફરાર થવાની કોશિશ કરી હતી.

આપણ વાંચો: પોલીસની મધ્યસ્થી બાદ માલશિરસ ગામમાં વિધાનસભાની ફેર-ચૂંટણી રદ

આ સમયે તેણે પોલીસ કર્મચારીઓ પર પર ગાડી ચડાવાની કોશિશ કરી હતી. પતિ પત્ની બંનેએ એક પોલીસકર્મીને ગાડીના બોનેટ પર એક કિલોમીટર જેટલા દૂર ઢસડી લઈ ગયા હતા. ઘટનાની જાણ થયા બાદ પીઆઈ સહિતની ટીમ કાર ચાલકનો પીછો કર્યો હતો પણ તે ફરાર થઈ ચૂક્યો હતો.

ગાડી નંબર આધારે કરી તપાસ

ત્યારબાદ આ કેસની તપાસ પોલીસે ગાડી નંબર આધારે કરી હતી. જેમાં સાયન્સ સિટી ખાતે તેના ઘરેથી અનુજ પટેલ અને તેની પત્ની પાયલની ધરપકડ કરી હતી. આરોપી અનુજ પટેલ જમીન દલાલીના કામ સાથે જોડાયેલ છે. પોલીસ તપાસમાં તેમણે કોમ્બિંગ જોઈને ડરી ગયો હોવાથી ગાડી સ્પીડથી ભગાડી હોવાનું કબૂલ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button