આમચી મુંબઈમહારાષ્ટ્ર

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મુંબઈ કોર્ટે આરોપી ઠાકુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ સ્થગિત રાખ્યું…

મુંબઈ : મુંબઈની વિશેષ એનઆઈએ કોર્ટે ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસના આરોપી ભાજપના ભૂતપૂર્વ સંસદસભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુર વિરુદ્ધ જારી કરાયેલ જામીનપાત્ર વોરંટને સ્થગિત રાખ્યું છે, કારણ કે તેઓ ઉત્તર પ્રદેશની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

આ પણ વાંચો : એકનાથ શિંદેના યોગદાનને યોગ્ય રીતે માન્યતા આપવી જોઈએઃ કેસરકર…

ઠાકુર સામે તાજેતરનું વોરંટ ૧૩ નવેમ્બરે જારી કરવામાં આવ્યું હતું. તે ૨ ડિસેમ્બરે પરત કરી શકાય તેવું હતું, જેનો અર્થ છે કે ભોપાલના ભૂતપૂર્વ લોકસભા સાંસદે વોરંટ રદ કરાવવા માટે આ તારીખે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના કેસ માટે કોર્ટ સમક્ષ હાજર રહેવું જરૂરી હતું.

ફરિયાદ પક્ષે મધ્યપ્રદેશના વતની, ૫૪ વર્ષીય આરોપી સામે જારી કરાયેલા જામીનપાત્ર વોરંટ અંગે અહેવાલ દાખલ કર્યો હતો. કોર્ટે અવલોકન પછી નોંધ્યું હતું કે ઠાકુર ઉત્તર પ્રદેશના મેરઠની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી, જામીનપાત્ર વોરંટ બજાવી શકાયું નહોતું. તેથી સારવારના સમય સુધી આદેશ સ્થગિત રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

ઠાકુરે, જે આ કેસમાં જામીન પર બહાર છે, તેણે બિમારીઓને ટાંકીને ભૂતકાળમાં અનેક પ્રસંગોએ કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ માંગી છે.

એનઆઈએ કોર્ટ હાલમાં ૧૬ વર્ષ જૂના બ્લાસ્ટ કેસમાં ટ્રાયલના અંતમાં છે અને સાત આરોપીઓના અંતિમ નિવેદનો રેકોર્ડ કરી રહી છે.

૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૮ ના રોજ, મુંબઈથી લગભગ ૨૦૦ કિમી દૂર ઉત્તર મહારાષ્ટ્રના માલેગાંવમાં એક મસ્જિદ નજીક મોટરસાઇકલ સાથે બંધાયેલ વિસ્ફોટક ઉપકરણ ફાટતાં છ લોકોનાં મોત થયાં અને ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ઠાકુર, આર્મી ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત અને અન્ય પાંચ સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ અને ભારતીય દંડ સંહિતા (આઇપીસી) હેઠળ વિસ્ફોટના કાવતરામાં કથિત સંડોવણી બદલ ટ્રાયલ ચાલી રહી છે.

આ પણ વાંચો : શિંદે જૂથમાંથી કોણ લેશે શપથ? સસ્પેન્સ યથાવત

૨૦૧૧માં એનઆઈએને ટ્રાન્સફર થતાં પહેલાં મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button