ઇન્ટરનેશનલનેશનલ

Bangladesh એ ત્રિપુરામાં કોન્સ્યુલર સેવા બંધ કરવાની જાહેરાત કરી…

અગરતલા : બાંગ્લાદેશમાં(Bangladesh)હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર વચ્ચે ત્રિપુરાની રાજધાની અગરતલામાં બાંગ્લાદેશની સહાયક હાઈ કમિશન ઓફિસના તોડફોડના કેસમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કેમ્પસમાં ઘૂસણખોરીના કેસમાં ચાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનરને સમન્સ પાઠવીને આ ઘટના સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બાંગ્લાદેશે અગરતલામાં તેની કોન્સ્યુલર સેવા બંધ કરવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : Bangladesh માં હવે ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂકવાની માંગ, હાઇકોર્ટમાં અરજી

બેદરકારી બદલ પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સોમવારે કેટલાક લોકો કથિત રીતે અગરતલામાં બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઈ કમિશનમાં ઘૂસી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે આ ઘટનાની નિંદા કરી અને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. આ ઘટના અંગે પશ્ચિમ ત્રિપુરાના એસપી કિરણ કુમાર કેએ મીડિયાને જણાવ્યું હતું કે ફરજમાં કથિત બેદરકારી બદલ પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી

ન્યૂ કેપિટલ કોમ્પ્લેક્સ (NCC)પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે સુઓ મોટો કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં કથિત સંડોવણી બદલ અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Bangladesh પર ઇસ્કોનનો મોટો આક્ષેપ, 63 સંતોને ભારતમાં પ્રવેશવા ના દીધા…

હિન્દુ સંઘર્ષ સમિતિના બેનર હેઠળ રેલી

મીડિયા અહેવાલ અનુસાર, સોમવારે 50 થી વધુ પ્રદર્શનકારીઓ અગરતલામાં બાંગ્લાદેશ હાઈ કમિશન સંકુલમાં ઘૂસી ગયા હતા. અગરતલામાં બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઈ કમિશનરની ઓફિસ પાસે વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલ હિન્દુ સંઘર્ષ સમિતિના બેનર હેઠળ રેલી કાઢવામાં આવી હતી. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે પડોશી દેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચારના વિરોધમાં દેખાવકારોએ કથિત રીતે બાંગ્લાદેશ સહાયક હાઈ કમિશનમાં તોડફોડ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button