ACB એ રંગે હાથે ઝડપ્યો લાંચિયો નાયબ મામલતદાર: અરજી મંજૂર કરવા માંગી એક લાખની લાંચ…
કાલોલ: એસીબી દ્વારા લાંચિયા અધિકારીઓની સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે હવે કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસરને લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી લીધા છે. સરકારી પડતર જમીનને ખેતી માટે માંગવા માટે કરેલી અરજીને મંજૂરી આપવા બદલ સર્કલ ઓફીસરે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી.
આ પણ વાંચો : અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ બની સરકારનો “કમાઉ દીકરો”-અઢી મહિનામાં જ કરોડોની આવક…
પડતર જમીન માટે કરી માંગ
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર અને સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવતા રાકેશકુમાર કશનાભાઇ સુથારીયાએ ફરિયાદી પાસેથી સરકારી પડતર જમીન ખેતી માટે મેળવવા કરેલ અરજીને મંજૂર કરવા બાબતે લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ રકમ જો એકસાથે જ ચૂકવી શકો તો તેને હપ્તે હપ્તે ચૂકવવા કહ્યું હતું.
આ પણ વાંચો : અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ નાગરિકોનું e-KYC પૂર્ણ: 1.38 કરોડ લોકોએ ઘરે બેઠા કર્યું e-KYC…
એસીબીએ રંગે હાથે ઝડપ્યો
જો કે ફરિયાદીએ આ બાબતે એસીબીને જાણ કરી હતી અને તપાસ માટે ગોઠવેલા છટકામાં આરોપી સર્કલ ઓફીસર રંગે હાથે ઝડપાય ગયા હતા. ફરિયાદીએ સરકારી પડતર જમીન ખેતી માટે મેળવવા કરેલ અરજીને મંજૂર કરવા બાબતે સરકારી અધિકારી દ્વારા માંગવામાં આવેલી લાંચ માટે એસીબી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, તેના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં તેઓ રંગે હાથે ઝડપાય ગયા હતા.