મુંબઈ: ગઈ કાલે વધારા સાથે બંધ થયેલા શેરબજાર(Indian Stock Market)માં આજે ફરી એકવાર પોઝીટીવ વલણ જોવા મળી રહ્યું છે. આજે મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો ઇન્ડેક્સ SENSEX 281.12 પોઈન્ટના વધારા સાથે 80,529.20 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ NIFTY 91.45 પોઈન્ટના વધારા સાથે 24,367.50 પોઈન્ટ પર ખુલ્યો હતો.
આજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 23 કંપનીઓના શેર ગ્રીન સિગ્નલમાં ખુલ્યા હતા જ્યારે બાકીની 6 કંપનીઓના શેર રેડ સિગ્નલ ખુલ્યા હતા. બીજી તરફ, નિફ્ટીના-50ના 50માંથી 40 કંપનીઓના શેર્સ ગ્રીન સિગ્નલમાં ખુલ્ય હતાં, જ્યારે 10 કંપનીઓના શેર્સ રેડ સિગ્નલમાં ખુલ્ય હતાં. સેન્સેક્સ કંપનીઓમાં JSW સ્ટીલના શેર સૌથી વધુ 0.98 ટકાના વધારા સાથે ખુલ્યા હતા. ITCના શેરમાં 1.97 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે બજાજ ફિનસર્વના શેર કોઈ ફેરફાર વિના ખુલ્યા હતા.
આ કંપનીઓના શેર્સમાં તેજી:
આજે મંગળવારે ગ્રીન સિગ્નલમાં ખુલેલી સેન્સેક્સ કંપનીઓમાં HDFC બેન્ક 0.80 ટકા, ટેક મહિન્દ્રા 0.78 ટકા, અદાણી પોર્ટ્સ 0.78 ટકા, સન ફાર્મા 0.65 ટકા, બજાજ ફાઇનાન્સ 0.57 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.55 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.53 ટકા, Axis બેન્ક 0.48 ટકા, TCS 0.47 ટકા, ઇન્ફોસીસ 0.43 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.40 ટકા, એચસીએલ ટેક 0.39 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.38 ટકા, ટાટા સ્ટીલ 0.34 ટકા, ટાટા મોટર્સ 0.29 ટકા, ભારતી એરટેલ 0.29 ટકા, એનટીપીસી 0.27 ટકા, નેસ્લે ઇન્ડિયા 0.23 ટકા, IndusIns બેન્ક 0.16 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 0.15 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.12 ટકા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 0.08 ટકાનો સમાવેશ થાય છે.
Also read: મંગળવારે શેરબજારની મંગળ શરૂઆત, આ સેક્ટરના શેરોમાં ઉછાળો
ગઈ કાલે શેર બજારમાં રોનક જોવા મળી હતી:
ગઈ કાલે સોમવારે શેરબજારની સપાટ શરૂઆત થઇ હતી. ગઈકાલે સેન્સેક્સ ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યો હતો જ્યારે નિફ્ટી નજીવા વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યો હતો. જયારે, છેલ્લા કલાકોમાં ખરીદીનો ટ્રેન્ડ દેખાઓ હતો અને બજાર સારા વધારા સાથે ગ્રીન સિગ્નલમાં બંધ થયું હતું. ગઈકાલે BSE સેન્સેક્સ 445.29 પોઈન્ટ વધીને 80,248.08 પોઈન્ટ અને નિફ્ટી 146.15 પોઈન્ટના ઉછાળા સાથે 24,277.25 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
(નોંધ: આ માહિતીને આધારે શેર બજારમાં રોકાણ કરવું નહીં, કોઈ પણ નુકશાન માટે મુંબઈ સમાચાર જવાબદાર રહેશે નહીં. રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની મદદ લો.)