થેલેસેમિયાના કુલ દર્દીઓમાંથી 40% દર્દીઓ એકલા અમરેલીમાં જ! શા કારણો જવાબદાર?
અમદાવાદ: થેલેસેમિયાની સ્થિતિને લઈને રાજ્ય સરકારના ડેટા અનુસાર ગુજરાતમાં થેલેસેમિયાના કુલ દર્દીઓમાંથી 40% દર્દીઓ એકલા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં છે. ડેટા દર્શાવે છે કે ગુજરાતમાં નોંધાયેલા થેલેસેમિયા કુલ 2,168 દર્દીઓમાંથી 40.4% એટલે કે 876 દર્દીઓ એકલા અમરેલી જિલ્લામાં છે. આ સિવાય થેલેસેમિયાના દર્દીઓની સંખ્યામાં ગુજરાતના અન્ય ટોપ ફાઇવ જિલ્લાઓમાં પોરબંદર, દાહોદ, અમદાવાદ અને મહેસાણા જિલ્લાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : “આ ગામ છે ગાંધીજીનું મોસાળ” ભૂંસાઈ રહેલી સ્મૃતિને સાચવવા ગામલોકોની માંગ
સરકાર પાસે નથી કોઇ સત્તાવાર નોંધણી
જ્યારે સરકારી આંકડાઓ અનુસાર 31 માર્ચ, 2023 સુધીમાં થેલેસેમિયાના દર્દીઓની સંખ્યા 2,168 હતી, જો કે થેલેસેમિયાના દર્દીઓ સાથે કામ કરતા લોકોએ જણાવ્યું હતું કે રાજ્યમાં વાસ્તવિક સંખ્યા લગભગ ચાર ગણી વધારે હોઈ શકે છે. થેલેસેમિયા જાગૃતિ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, “આ એટલા માટે છે કારણ કે રાજ્ય સરકાર પાસે થેલેસેમિક દર્દીઓની કોઈ સત્તાવાર રજિસ્ટ્રી નથી. આ મુદ્દાને વધુ અસરકારક રીતે ઉકેલવા માટે સરકાર પાસે આવા દર્દીઓની વ્યાપક રજિસ્ટ્રી હોવી જરૂરી છે,”
કયા કારણોથી છે ઊંચું પ્રમાણ
રાજ્યના 40% થેલેસેમિક દર્દીઓ માત્ર અમરેલીમાં હોવા માટે અનેક કારણો જવાબદાર છે. જેમાં સૌથી સંભવિત બે કારણો પૈકી એક ચોક્કસ સમુદાયના વ્યક્તિઓમાં તેનું પ્રમાણ ખૂબ જ વ્યાપત છે. બીજું કારણ એ હોઈ શકે કે પ્રિવેન્શન એક્સપ્લોર નાઉ પ્રોગ્રામ્સ જિલ્લામાં અન્ય જિલ્લાઓની જેમ અસરકારક ન હોઈ શકે. ખત્રીએ જણાવ્યું હતું કે, લોહાણા, ઠક્કર, ભાનુશાળી, સિંધી અને પ્રજાપતિ સમુદાયના લોકોમાં થેલેસેમિયાનું પ્રમાણ વધુ છે અને મુસ્લિમોમાં પણ અન્ય સમુદાયના લોકોની સરખામણીએ છે.
આ પણ વાંચો : સાવધાન રહેજો! લગ્ન સમારોહ પર ગઠીયાઓની નજર, આ રીતે કરે છે લાખોની ચોરી
વાસ્તવિક સંખ્યા ઘણી વધારે
રાજ્યમાં થેલેસેમિક દર્દીઓની સંખ્યા અંગે વાત કરતાં ખત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં થેલેસેમિયાના દર્દીઓની સંખ્યા ભલે 2,168 નોંધાઈ હોય પણ વાસ્તવિક સંખ્યા 7,000 થી 8,000 ની વચ્ચે હોઈ શકે છે. એકલા અમદાવાદમાં 400-500 દર્દીઓ રેડ ક્રોસમાં નોંધાયેલા છે, લગભગ 300 જલારામ ટ્રસ્ટમાં નોંધાયેલા છે, અન્ય 150 થેલેસેમિયા જાગૃતિ ફાઉન્ડેશનમાં નોંધાયેલા છે, અને 300 થી 400 ની વચ્ચે સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા છે.