સ્પોર્ટસ

શિખર ધવનની નેપાળ પ્રીમિયર લીગમાં નિરાશાજનક શરૂઆત, ફક્ત 14 બૉલમાં…

કીર્તિપુર: શિખર ધવને અહીં સોમવારે નેપાળ પ્રીમિયર લીગ (એનપીએલ)માં નિરાશાજનક શરૂઆત કરી હતી. તે 14 બૉલમાં ત્રણ ફોરની મદદથી 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

ભારતીય મૂળના કૅનેડીયન ઑફ-સ્પિનર હર્ષ ઠાકરના બૉલમાં શિખર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો અને તે જે ટીમ (કર્નાલી યાક્સ)માં હતો એ ટીમ પરાજિત થઈ હતી.

આ પણ વાંચો: શિખર ધવન આ રેકૉર્ડમાં તો રિચર્ડ્સ, ગાંગુલી, કોહલીને પણ ટપી ગયો છે!

કર્નાલી યાકસે 20 ઓવરમાં સાત વિકેટે 141 રન બનાવ્યા હતા.
જનકપુર બોલ્ટ્સ નામની હરીફ ટીમે 15.2 ઓવરમાં બે વિકેટે 142 રન બનાવીને આઠ વિકેટના માર્જિનથી વિજય મેળવી લીધો હતો.

જનકપુરની ટીમના કેપ્ટન-ઓપનર અનિલ સાહ (62 અણનમ, 42 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. 36 રન બનાવનાર સાથી ઓપનર આસિફ શેખ સાથે અનિલ સાહની 84 રનની મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી.
શિખર ધવને આ વર્ષે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. જોકે તેણે પ્રથમ એનપીએલ સીઝનમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો.

સૂત્રો મુજબ ધવન મૅચ દીઠ 30,000 અમેરિકી ડોલર (અંદાજે 25.42 લાખ રૂપિયા)ની કમાણી કરશે અને કુલ ચાર મૅચમાં ભાગ લેશે.

આ પણ વાંચો: શિખર ધવનને શાનદાર કરીઅર બદલ સેહવાગ, ગંભીર સહિત અનેકના અભિનંદન

શિખરે તાજેતરમાં નેપાળમાં પ્રવેશ કર્યો ત્યારે તેનું શાનદાર સ્વાગત કરાયું હતું.
શિખરે ભારતીય ટીમ વતી 10,000 કરતાં વધુ વધુ રન બનાવ્યા હતા અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તેના નામે કુલ 6,769 રન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button