નવી સરકારનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ,લાડકી બહેનો માટે રેડ કાર્પેટ, 22 રાજ્યોના મુખ્યપ્રધાન આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી છે. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ પાંચ ડિસેમ્બરે યોજાશે. આ શપથ ગ્રહણ સમારોહની જોરદાર તૈયારીઓ આઝાદ મેદાનમાં ચાલી રહી છે. આ શપથ સમારોહ માટે લાડકી બહેનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના આ ગામમાં મંગળવારે વિધાનસભાની ફેરચૂંટણી, ગ્રામજનો સીધા બેલેટ પેપર પર મતદાન કરશે…
આઝાદ મેદાનમાં યોજાનારા કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો પણ હાજરી આપશે. આ શપથ ગ્રહણ સમારોહમાં 22 રાજ્યોના મુખ્યપ્રધાનો પણ મુંબઈ આવશે. ખાસ વાત એ છે કે આ પ્રસંગ માટે લાડકી બહેનોને રેડ કાર્પેટ આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં લાડકી બહેનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં 40 હજાર લોકો હાજર રહેવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.