લગ્નની લાલચે દુષ્કર્મ કરવા પ્રકરણે આરપીએફના જવાન વિરુદ્ધ ગુનો
થાણે: કલ્યાણમાં લગ્નની લાલચે છેલ્લાં બે વર્ષથી યુવતી સાથે કથિત દુષ્કર્મ કરી તેને ધમકાવવા બદલ પોલીસે રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના જવાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર આરોપી અને 30 વર્ષની યુવતી વચ્ચે 2022માં મિત્રતા થઈ હતી. બાદમાં લગ્નની લાલચે બે વર્ષ દરમિયાન કલ્યાણમાં વિવિધ સ્થળે લઈ જઈ આરોપીએ યુવતી સાથે કથિત દુષ્કર્મ કર્યું હતું.
આ પણ વાંચો : ઝવેરીની દુકાનમાં લૂંટ અને હુમલો: થાણે એમસીઓસીએ કોર્ટે 16 જણને નિર્દોષ છોડ્યા
જોકે બાદમાં આરોપીએ યુવતી સાથે લગ્નનો ઇનકાર કરી તેમની વચ્ચેના સંબંધનો અંત આણ્યો હતો. આરોપીએ ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું હતું.
યુવતીની ફરિયાદને આધારે એમએફસી પોલીસે શનિવારે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(1) અને 351(2) હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)