તાવ અને ગળામાં ચેપ રખેવાળ મુખ્ય પ્રધાન શિંદે બિમાર વિધાનસભ્યોની બેઠક પણ ટાળી…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તબિયતમાં હજુ સુધારો ન થતાં ડોક્ટરોએ તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. તેથી તેઓ થાણેમાં શુભદીપ બંગલોમાં આરામ કરી રહ્યા છે. તાવ અને ગળામાં ઈન્ફેક્શનના કારણે ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે. જેથી તેમની સાથે ચર્ચા કરવા આવેલા વિધાનસભ્યોએ ડેલે હાથ લગાવીને પાછા જવું પડ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના નામની જાહેરાત ચોથી ડિસેમ્બરે
છેલ્લા બે દિવસથી તેઓ પોતાના ગામ ડેરેમાં આરામ કરી રહ્યા હતા અને રવિવારે સાંજે ફરીથી થાણેમાં તેમના નિવાસસ્થાનમાં આવ્યા છે. હાલ રાજ્યમાં મહાયુતિની સરકાર આવ્યા બાદ મુખ્ય પ્રધાનપદની સાથે અન્ય પદો માટે પણ સંઘર્ષ શરૂ થયો છે. શિંદે સેના દ્વારા ગૃહ પ્રધાનપદ મેળવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ હવે શિંદે બીમાર પડતાં તેમના વિધાનસભ્યો સાથેની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
તેમના ડોક્ટર દ્વારા સોમવારે બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમના સંબંધીઓએ જણાવ્યું કે તેમને ગળામાં ઈન્ફેક્શન અને શરીરમાં તાવ હતો. તેમના નજીકના લોકોએ પણ કહ્યું કે તબીબોએ તબિયત સુધરે ત્યાં સુધી શિંદેને આરામ કરવાની સલાહ આપી છે.
દરમિયાન, એવું કહેવાય છે કે તેમણે સોમવારે પાર્ટીના વિધાનસભ્યો સાથે બેઠક કરી હતી. પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે આવી કોઈ બેઠક થઈ જ નથી.
બીજી તરફ વિધાનસભ્ય વિજય શિવતારે અને અર્જુન ખોપકર તેમને મળવા પહોંચ્યા હતા. પરંતુ ડોક્ટરે આરામની સલાહ આપી હોવાથી બંનેને તેમની એપોઇન્ટમેન્ટ મળી ન હતી. આ બંને શ્રીકાંત શિંદેને મળીને પાછા વળી ગયા હતા, પરંતુ વિધાનસભ્યોની બેઠક અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. શિવતારેએ એ પણ સ્પષ્ટ કર્યું કે વિધાનસભ્યોની કોઈ બેઠક થઈ નથી.
નાયબ મુખ્યમંત્રીના પદ અંગે ડો. શ્રીકાંત શિંદેએ મૌન તોડ્યું
મહાયુતિ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં થોડો સમય વિલંબ થયો હોવાથી હાલમાં ચર્ચા અને અફવાઓ ફેલાઈ રહી છે. હું નાયબ મુખ્ય પ્રધાન બનીશ એવા સમાચાર પણ છેલ્લા બે દિવસથી ફરી રહ્યા છે. હકીકતમાં આમાં કોઈ તથ્ય નથી અને મારા નાયબ મુખ્ય પ્રધાનપદ અંગેની તમામ અફવાઓ પાયાવિહોણી છે, એમ શ્રીકાંત શિંદેએ તેના એક્સ એકાઉન્ટના માધ્યમથી ખુલાસો કર્યો છે.
આ પણ વાંચો : શિંદે ફરી પડ્યા બીમાર, દિલ્હી પહોંચ્યા અજિત પવાર, મહાયુતિમાં શું ગરબડ ચાલી રહી છે?
લોકસભાની ચૂંટણી પછી પણ મને કેન્દ્રમાં પ્રધાન બનવાની તક મળી. પરંતુ પાર્ટી સંગઠન માટે કામ કરવાનું વિચારીને મેં ત્યારે પણ પ્રધાનપદનો ઇનકાર કર્યો હતો. મને સત્તામાં પદની કોઈ ઈચ્છા નથી. તેમણે એમ પણ કહ્યું છે કે હું રાજ્યમાં કોઈપણ પ્રધાનપદની રેસમાં નથી. તેમણે એમ પણ કહ્યું કે નેતા મારા લોકસભા મતવિસ્તાર અને શિવસેના પક્ષ માટે જ કામ કરીશ. આથી તેમણે આ માધ્યમથી મધ્યને લગતી ચર્ચાઓને પૂર્ણ વિરામ મળશે તેવી આશા વ્યક્ત કરી છે.