આમચી મુંબઈમહારાષ્ટ્રમહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

શરદ પવારના મગજમાં શું ચાલી રહ્યું છે?

શિંદેને મળવા આવ્હાડ, ફડણવીસને મળવા સાંસદ મોકલ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન કોણ હશે અને નવા ગૃહ પ્રધાન કોણ બનશે તેના પર મહાયુતિમાં ગજગ્રાહ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ શરદ પવારની રાજકીય હિલચાલે બધાને ચોંકાવી નાખ્યા છે. જ્યારે શિંદેએ બે દિવસ પહેલા તમામ બેઠકો રદ કરીને ગામમાં જવાનો નિર્ણય કર્યો ત્યારે શરદ પવારે તેમના વિશ્ર્વાસુ વિધાનસભ્ય જીતેન્દ્ર આવ્હાડને શિંદેને મળવા મોકલ્યા હતા. હવે ફરી જ્યારે શિંદેએ બધી જ બેઠકો રદ કરી છે, ત્યારે પવારે તેમના સાંસદને ફડણવીસને મળવા મોકલ્યા છે અને તેથી રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળોએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો: અજિત પવારે 10 વર્ષ પછી શરદ પવારના નિર્ણયનું પુનરાવર્તન કર્યું

શિવસેનાના વિધાનસભ્યો થાણેમાં શિંદેના ઘરે અવરજવર કરી રહ્યા છે. દરમિયાન, ફડણવીસના સાગર નિવાસસ્થાને ભાજપના નેતાઓનો મેળાવડો જોવા મળે છે. શરદ પવારની એનસીપીના ભિવંડીના સાંસદ સુરેશ મ્હાત્રે ઉર્ફે બાલ્યા મામાના અચાનક સાગર બંગલો પર આગમનથી તમામની આંખો પહોળી થઈ ગઈ છે. ભાજપના નેતાઓએ પણ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું કે પવારના સાંસદ અચાનક ફડણવીસને મળવા કેમ આવ્યા?

આ અંગે બાલ્યા મામાએ જણાવ્યું હતું કે ફડણવીસની મુલાકાત સદ્ભાવનાની મુલાકાત હતી. જોકે, એનસીપી-એસપીના નેતાની આ વાત કોઈને ગળે ઉતરતી નથી. માત્ર બે દિવસ પહેલા જ શિંદે સાતારા જવા રવાના થયા તે પહેલાં જિતેન્દ્ર આવ્હાડ વર્ષા બંગલો પર શિંદેને મળ્યા હતા. આ મુલાકાતનું પણ કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું. મહાયુતિ અને ખાસ કરીને ભાજપ રાજ્યમાં સરકારનું ગઠન કરે તે પહેલાં શરદ પવાર પર ગુગલી ફેંકી રહ્યા હોવાની શંકાઓ ઉપસ્થિત કરવામાં આવી રહી છે. આથી જ અત્યારે શરદ પવાર શું રમત રમી રહ્યા છે તેની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો: ‘ભલે અજિત પવારની જીત, NCP મારી જ છે’, જાણો શરદ પવારે રાજકીય સંન્યાસ પર શું કહ્યું?

રાજ્યમાં મહાયુતિનો મેળ નથી પડતો ત્યારે રાજકારણીઓના મનમાં સવાલ ઉઠવા લાગ્યો છે કે તેઓ નવા સમીકરણ સાથે મેળ ખાવાનો પ્રયાસ તો નથી કરી રહ્યા. રાજકીય વર્તુળમાં એવો સવાલ ઉઠવા લાગ્યો છે કે હજુ સુધી સરકાર બની ન હોવા છતાં શરદ પવારના વિધાનસભ્યો અને સાંસદો મહાયુતિના નેતાઓને કેમ મળી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button