નેશનલ

કોચિંગ શિક્ષકથી રાજકારણમાં પ્રવેશેલા Avadh Ojha પાસે છે આટલી સંપત્તિ…

નવી દિલ્હી : મોટીવેશનલ સ્પીકર અને શિક્ષક અવધ ઓઝાએ(Avadh Ojha)વિધિવત રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમણે સોમવારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સદસ્યતા લીધી હતી. આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને નેતા મનીષ સિસોદિયાની હાજરીમાં તેવો સામેલ થયો હતો. જો કે અવધ ઓઝાનું દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી લડવાનું નિશ્ચિત માનવામાં આવે છે.

આ પણ વાંચો : દિલ્હી ચૂંટણી પહેલા જ AAP નું “એકલા ચાલો રે”: કોંગ્રેસ સાથે નહિ કરે ગઠબંધન…

યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા દ્વારા પણ ઘણી કમાણી

અવધ ઓઝા નેટ વર્થ વિશે વાત કરીએ તો ઓઝા સર તરીકે પ્રખ્યાત અને શિક્ષકમાંથી રાજકારણમાં પ્રવેશ કરેલા ઓઝા સર પાસે કરોડોની સંપત્તિ છે. જેમાં મોટા ભાગની મિલકત કોચિંગ દ્વારા કમાયેલી છે. આ સિવાય તે પોતાની યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ ઘણી કમાણી કરે છે.

11 કરોડથી વધુ સંપત્તિ

ઉત્તર પ્રદેશના ગોંડાના રહેવાસી અવધ ઓઝા વિદ્યાર્થીઓમાં ઓઝા સરના નામથી પ્રખ્યાત છે. યુપીએસસી કોચિંગ આપવા ઉપરાંત તેઓ મોટિવેશનલ સ્પીકર તરીકે પણ પ્રખ્યાત છે. નાનપણથી જ અભ્યાસમાં સારા એવા અવધ પ્રતાપ ઓઝાનું સપનું હતું કે તેઓ યુપીએસસી પાસ કરે, પરંતુ તે શક્ય બન્યું નહિ. ત્યારબાદ તેમણે કોચિંગ સેન્ટર શરૂ કરવાનો રસ્તો અપનાવ્યો. તેમની શીખવવાની શૈલી તેમને થોડા જ સમયમાં લોકપ્રિય બનાવી દીધા. જેના લીધે તેમના કોચિંગ કલાસમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો. અવધ ઓઝાની કમાણી પણ વધવા લાગી. રિપોર્ટ્સ અનુસાર, શિક્ષકમાંથી નેતા બનેલા અવધ ઓઝાની અંદાજિત નેટવર્થ લગભગ 11 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો : Arvind Kejriwal ને સળગાવીને મારવાનો પ્રયાસ, આપ નેતા સૌરભ ભારદ્વાજનો મોટો આક્ષેપ…

કોચિંગ સેન્ટરો સિવાય પણ આવક

અવધ ઓઝાની નેટવર્થમાં સૌથી મોટો હિસ્સો તેમના દ્વારા સંચાલિત કોચિંગ સેન્ટરોની આવકમાંથી આવે છે. જો તમે અવધ ઓઝા ક્લાસીસની વેબસાઈટ જુઓ છો, તો યુપીએસ, જીએસ ફાઉન્ડેશન કોર્સની ફી જો ઓનલાઈન જમા કરવામાં આવે જીએસટી સાથે રૂપિયા 90,000 છે અને જો ઓફલાઈન જમા કરવામાં આવે તો રૂપિયા 1,60,000 છે. કોચિંગ ઉપરાંત અવધ ઓઝા તેની યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ કમાણી કરે છે. મોટિવેશનલ સ્પીકર તરીકે તેઓ પ્રખ્યાત સેલિબ્રિટી ગણાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button