Bangladesh પર ઇસ્કોનનો મોટો આક્ષેપ, 63 સંતોને ભારતમાં પ્રવેશવા ના દીધા…
કોલકાતા : બાંગ્લાદેશમાં(Bangladesh)ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ ઇસ્કોનના અન્ય સંતો અને અનુયાયીઓને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેમાં હવે કોલકાતામાં ઇસ્કોનના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે સપ્તાહના અંતે બાંગ્લાદેશના બેનાપોલ બંદર પર 63થી વધુ સંતોને રોકવામાં આવ્યા હતા. તેમને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
આ પણ વાંચો : Breaking News: Bangladesh માં ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના બે અનુયાયીઓની પણ ધરપકડ
વિઝા ક્રમમાં હોય તો ભારતમાં પ્રવેશી શકે
મીડિયા સાથે વાતચીત કરતાં રાધારમણ દાસે કહ્યું કે અમને સમાચાર મળ્યા કે શનિવાર અને રવિવારે બાંગ્લાદેશ બાજુની બેનાપોલ બોર્ડર પર 63 કે તેથી વધુ સંતો આવ્યા હતા. આ તમામ પાસે વિઝા હતા અને તેઓ ભારતમાં પ્રવેશવા માંગતા હતા. જો કે, બાંગ્લાદેશ સત્તાવાળાઓએ તેમને કહ્યું કે ભારત તેમના માટે સુરક્ષિત નથી અને તેમને ભારતમાં પ્રવેશવા દીધા ન હતા. ઇસ્કોનના પ્રવક્તાએ કહ્યું, આવું કેમ બની રહ્યું છે? માન્ય વિઝા ધરાવતા લોકોને બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે અને જો વિઝા ક્રમમાં હોય તો તેઓ ભારતથી બાંગ્લાદેશ પણ મુસાફરી કરી શકે છે.
તેઓ બધા ડરી ગયા છે અને ગભરાયેલા છે
કોલકાતાના ઈસ્કોનના વાઇસ પ્રેસિડેન્ટ દાસે વધુમાં જણાવ્યું હતું કે, લઘુમતીઓ,સંતો અને બ્રહ્મચારીઓ પર સતત થતા અત્યાચાર બાદ તેઓ બધા ડરી ગયા છે અને ગભરાયેલા છે. તેઓ ભારત આવવા માંગતા હતા. તેમણે કહ્યું કે અમે ચિન્મય કૃષ્ણ દાસ માટે પણ પ્રાર્થના કરી રહ્યા છીએ જેને આજે ફરી એકવાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ સાધુની ધરપકડ; હિંદુ સમુદાય આકરા પાણીએ…
બાંગ્લાદેશની સરહદ પોલીસે તેમને ભારતમાં પ્રવેશ કરતાં રોક્યા
દાસે તેના X હેન્ડલ પર બાંગ્લાદેશ દ્વારા ઇસ્કોન સાધુઓને ભારતમાં પ્રવેશતા અટકાવવા વિશે પણ પોસ્ટ કર્યું હતું. તેમની પાસે તમામ માન્ય ભારતીય વિઝા અને અન્ય દસ્તાવેજો હતા પરંતુ બાંગ્લાદેશની સરહદ પોલીસે તેમને ભારતમાં પ્રવેશ ન કરવા કહ્યું હતું. તેઓ પહેલાથી જ અમારા 4 સંતોની ધરપકડ કરી ચૂક્યા છે અને હવે તેઓ અન્ય સંતોને ભારત આવવા નથી દેતા. ઇસ્કોને એમ પણ જણાવ્યું હતું કે જેલમાં ચિન્મય કૃષ્ણ દાસને દવા આપવા ગયેલા બે સાધુઓની પણ ગયા શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી.
ચિન્મય કૃષ્ણ દાસને કોર્ટમાં રજૂ કરવામાં આવશે
આ દરમિયાન બધાની નજર બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલત પર છે, જ્યાં ચિન્મય કૃષ્ણ દાસને સોમવારે રજૂ કરવામાં આવનાર છે. સનાતની જાગરણના નેતા ચિન્મય કૃષ્ણ દાસની બાંગ્લાદેશ પોલીસે 25 નવેમ્બરે ધરપકડ કરી હતી. બીજા દિવસે ચિત્તાગોંગ કોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો અને રાજદ્રોહના આરોપમાં તેને જેલમાં મોકલી દીધા હતા.
આ પણ વાંચો : Bangladesh માં હિંદુઓ પર સતત હુમલાઓ મુદ્દે RSS એ આપી આ આકરી પ્રતિક્રિયા…