2700 લોકલ ટ્રેન રદ: પશ્ચિમ રેલવે દ્વારા 29 દિવસનો મેગા બ્લોક
મુંબઇ: પશ્ચિમ રેલવે લાઇન પર મુંબઇ સેન્ટ્રલથી બોરીવલી દરમીયાન નવા ટ્રેકને જૂના ટ્રેક સાથે જોડવાનું કામ ઘણાં સમયથી લંબાયુ છે. ત્યારે હવે આ કામ માટે 29 દિવસનો મોટો બ્લોક રાખવામાં આવ્યો છે. 7 ઓક્ટોબરથી આ બ્લોક શરુ થવાનો અને આગામી 29 દિવસ પાયાભૂત કામો કરવામાં આવશે. ખારથી ગોરેગામ દરમીયાન 8.8 કિલોમીટર સુધીના ટ્રેકને જોડવાનું તથા અન્ય કામ હાથ ધરવામાં આવ્યા છે. પરિણામે પશ્ચિમ રેલવેની લગભગ 2700 ટ્રેન રદ કરવામાં આવનાર છે. જ્યારે અન્ય 400 ટ્રેન પર તેની મહદઅંશે અસર જોવા મળશે. તેથી આગામી એક મહિનો મુસાફરોને મુસાફરી દરમીયાન તકલીફ થઇ શકે છે.
પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ પશ્ચિમ રેલવે લાઇન પર ખાર થી ગોરેગામ દરમીયાન છઠ્ઠા માર્ગનું બાંધકામ શરુ કરવા માટે 29 દિવસનો બ્લોક રાખવામાં આવ્યો છે. આ કામ ખૂબ જ ગૂંચવાળા ભર્યુ હોવાથી રેલવે ને કોઇ નુકસાન ન થાય અને મુસાફરોને કોઇ મોટી તકલીફ ના પડે એ માટે આ મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. 7 ઓક્ટોબરથી આગામી 10 થી 13 દિવસ કેટલીક લોકલ ટ્રેન રદ કરવાનું પ્લાનીંગ છે.
જ્યારે 20 ઓક્ટોબરથી લગભગ 2700 લોકલ રદ કરવામાં આવનાર છે. લગભગ 400 લોકલ પર તેની અંશત: અસર રહેશે. લાંબા અંતરની તમાર ટ્રેનના સમય પત્રક પર પરિણામ થનાર હોવાથી લગભગ 60 ટ્રેન રદ અને 200 ટ્રેન અંશત: રદ કરવામાં આવનાર છે.
19 ઓક્ટોબરથી અંધેરી સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક 9 પર ટ્રેનની અવર-જવર બંધ કરવામાં આવશે. જ્યારે કામના અંતિમ દિવસે એટલે કે 4 નવેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યાથી રવિવારે રાત્રે 9 વાગ્યા સુધી રેલવે ટ્રેક કાઢવા અને જોડવા માટે બાંદ્રા ટર્મીનસ પર 24 કલાકનો મેગા બ્લોક હશે. આ તમામા કામ રાત્રે 11:૩૦ થી વહેલી સવારે 4:30 વાગ્યા સુધી અને ક્યારેક દિવસે પણ કરવામાં આવશે. આ કામને કારણે પશ્ચિમ રેલવેની લોકલ સેવા પર અસર થવાની હોવાથી રોજની 150 થી 250 લોકલ સેવા રદ થવાની શક્યતાઓ છે. એવું પશ્ચિમ રેલવેના એક ઉચ્છ અધિકારીએ જણાવ્યું હતું.