જેમ પત્ની કહે તેમ કરો… જાણો અભિષેકે કેમ આપી આવી સલાહ
બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન પત્ની ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડાની અફવાઓને કારણે લાંબા સમયથી ચર્ચામાં છે. જુલાઇ મહિનાથી એવી ચર્ચા ચાલી રહી છે કે બંને વચ્ચે કંઇ બરાબર નથી અને કપલ ટૂંક સમયમાં ડિવોર્સ લેશે. જોકે, બંનેએ આ મુદ્દે ચુપકીદી જ સેવી છે. હાલમાં જ તેમની ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
જોકે, આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નહોતી. તાજેતરમાં અભિષેક બચ્ચને ‘ડેન્યૂબ પ્રોપર્ટીઝ ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ 2024’માં હાજરી આપી હતી, જેમાં તેણે પરિણીત પુરૂષોને ખાસ સલાહ આપી હતી.
અભિષેક તેની વિનોદી શૈલી માટે પ્રખ્યાત છે. એવોર્ડ્સ સમારોહમાં અભિષેક બચ્ચને તેના લગ્ન જીવનને લઈને સ્ટેજ પર કંઇક એવી ટિપ્પણી કરી હતી કે જેની ચર્ચા થઈ રહી છે. જુનિયર બચ્ચને પરિણીત યુગલો એક સુખી લગ્ન જીવન ચાવી આપી હતી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
જ્યારે હોસ્ટ મેયાંગ ચાંગ અને શારીબ હાશ્મીએ અભિષેકને તેની એક્ટિંગ વિશે સવાલ પૂછ્યો તો તેનો જવાબ આપતા અભિષેકે કહ્યું, ‘મને લાગે છે કે હું ડિરેક્ટરનો એક્ટર છું. તેઓ જે કહે તેમ કરું છું. ત્યાર બાદ હોસ્ટે આ સ્થિતિને પત્ની દ્વારા બનાવવામાં આવેલા નિયમો સાથે સરખાવી ત્યારે અભિષેકે તમામ પરિણીત પુરૂષોને તેમની પત્નીઓ જે કહે છે તે ધ્યાનથી સાંભળવા અને તેનું પાલન કરવાનું જણાવવું જોઈએ. તેના આ નિવેદન બાદ દર્શકોએ તાળીઓ પાડવા માંડી હતી.
અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન જીવનમાં સમસ્યાઓના સમાચાર જ્યારે ચર્ચાનો વિષય બન્યા છે, તેવા સમયે પરિણીત જીવન પર અભિષેક બચ્ચને આવું નિવેદન લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
Also Read – અભિષેક અને ઐશ્વર્યાએ સાથે જ ઉજવ્યો આરાધ્યાનો જન્મદિવસ; આ વિડીયોથી અટકળો પર મીંડું…