અમદાવાદમાં એસ.જી હાઈવે પર બનશે 5 ફૂટ ઓવરબ્રિજ, જાણો કેટલો થશે ખર્ચ
અમદાવાદઃ અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે પર વધી રહેલા અકસ્માતના કારણે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાંઆ આવ્યો છે. દિવસભર ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર રાહદારીઓને રસ્તો ઓળંગવા-ક્રોસ કરવામાં વધુ સરળતા રહે અને અકસ્માતોનો ભોગ ન બનવું પડે હેતુથી રૂ. ત્રણ કરોડના ખર્ચે પાંચ સ્થળે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે.
કઈ જગ્યાએ બનાવાશે ફૂટ ઓવરબ્રિજ
અમદાવાદ શહેર મનપા દ્વારા ઈસ્કોન-રાજપથ ક્લબ નજીક, ગ્રાન્ડ ભગવતી હોટલ પાસે, થલતેજ અંડરપાસ બિનોરી હોટેલ પાસે, ગોતા બ્રિજ પાસે અને નિરમા યુનિવર્સિટી પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે. આ સ્થળે સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
Also Read – ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ, રાજકોટ સૌથી ઠુંડુ શહેર
ઉલ્લેખનીય છે કે શહેરના એસ. જી. હાઈવે પર ટુ-વ્હીલર તેમજ નાના- મોટા ફોર વ્હીલરનો ટ્રાફિક વધુ પ્રમાણમાં હોય છે. એસ. જી. હાઈવે પર ટ્રાફિક જંક્શન સિવાયના રોડ પર ફુલ સ્પીડમાં વાહનો દોડાવનાર વાહનચાલકોની બેજવાબદારી અને બેદરકારીને કારણે હિટ એન્ડ રનની ઘટનાઓમાં રાહદારીઓએ જીવ ગુમાવવા પડે છે. તેમજ કેટલાંક અકસ્માતોમાં ગંભીર ઈજાનો ભોગ બનવું પડે છે. આ પ્રકારે બેજવાબદારીપૂર્વક ફોર-વ્હીલર દોડાવનારને કારણે જીવલેણ અકસ્માતો થતા અટકાવવા અને રાહદારીઓને અકસ્માતોનો ભોગ ન બનવું પડે તે હેતુથી ઈસ્કોનથી વૈષ્ણોદેવી સુધીના રોડમાં પાંચ ફૂટ ઓવરબિજ બનાવવામાં આવશે.