દિલ્હી: હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે પોતાનો આવાજ સીધો સરકાર સુધી પહોંચડવાના ઈરાદા સાથે આજે ખેડૂતો દલ્હી તરફ કુચ (Farmer Delhi march) કરવાના છે અને સંસદનો ઘેરાવ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. જેના કારણે દિલ્હી-NCRના ઘણા માર્ગો પર ભારે ટ્રાફિક જામ થઈ શકે છે. સંયુક્ત કિસાન મોરચા હેઠળ હજારો ખેડૂતો રાજધાની દિલ્હી તરફ કૂચ કરવા જઈ રહ્યા છે.
શું છે ખેડૂતોની માંગ?
ખેડૂતોની ત્રણ મુખ્ય માંગણીઓ છે – ચાર ગણું વળતર, જમીન સંપાદન કાયદાનો લાભ અને 10% વિકસિત પ્લોટનો અમલ.
ખેડૂતો છેલ્લા કેટલાક દિવસોથી યમુના ઓથોરિટી ઓફિસની સામે બેઠા હતા, ત્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. પરંતુ ખેડૂતોનો આરોપ છે કે સરકારે તેમની કોઈપણ માંગ પર ધ્યાન આપ્યું નથી અને તેના કારણે તેઓ હવે દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી સર્કલ રેટમાં કોઈ વધારો થયો નથી, તેથી તેમની આવક વધારવા માટે કોઈ સાધન નથી. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકાર હાઈ પાવર કમિટીની ભલામણોનો અમલ કરતી નથી.
Also Read – ‘તો શું લાલ કિલ્લો, તાજમહેલ, કુતુબ મિનારને તોડી પાડશો…’, સંભલ હિંસા મામલે ખડગેના સવાલ
ખેડૂતોનો આરોપ છે કે એલઆઈસી અને ઓથોરિટીના અધિકારીઓ સાથેની બેઠકમાં ખેડૂતોની કોઈપણ માંગણી સ્વીકારવામાં આવી ન હતી.
દિલ્હીમાં ટ્રાફિક જામ:
દિલ્હીમાં ભારે ટ્રાફિક જામની શક્યતાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે એડવાઈઝરી જાહેર કરી છે. પોલીસે દિલ્હી જતા લોકોને મેટ્રોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. યમુના એક્સપ્રેસ વે અને અન્ય મુખ્ય માર્ગો પર મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે: