સ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (11-10-2023): આજે આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો શું કહે છે તમારી રાશિ

મેષ: આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લઇને આવશે. તમે તમારી બુદ્ધી અને વિવેકથી નિર્ણય લઇને બધાને આશ્ચર્યચકિત કરી દેશો. જે લોકો નોકરીની શોધમાં છે તેમને ઘરથી દૂર નોકરીની ઓફર આવશે. તમારા મનામાં સ્પર્ધાત્મક ભાવના રહેશે. કોઇ અજાણી વ્યક્તી પર આંખ બંધ કરીને ભરોસો ના કરતાં નહીં તો તે તમને દગો આપી શકે છે. લેવડ-દેવડમાં ઢીલાશ રાખશો તો આગળ જતાં મૂશ્કેલી આવી શકે છે. વિદ્યાર્થીઓએ જો કોઇ પરિક્ષામાં ભાગ લીધો છે તો આજે તેના પરિણામ આવી શકશે.

વૃષભ: આજનો દિવસ તમરા માટે ઉત્તમ સંપત્તિનો સંકેત લઇને આવ્યો છે. તમે કોઇ પણ જમીન, મકાન કે વાહન ખરીદવાનું આયોજન કરી રહ્યાં હતાં તો તે આજે પૂર્ણ થશે. આવેશમાં આવીને નિર્ણય ના લેતા. ભૌતિક વિષયોમાં સાવધાની રાખજો. માતા-પિતાનું કોઇ કામ જો તમે લાંબા સમયથી ટાળ્યું છે તો તે આજે પૂરું કરવું પડશે. નહીં તો તે તમારા પર ગુસ્સે થઇ તમને ખરી ખોટી સંભળાવી શકે છે. તમે હિંમત અને મહેનતથી જે કામ કરશો તેમા તમને સફળતા જરુર મળશે.


મિથુન: આજનો દિવસ સામાજીક ક્ષેત્રમાં કામ કરનારા લોકો માટે ઉત્તમ છે. તમારે કૌંટુમ્બિક વાતોમાં સાવધાની રાખવી પડશે. જો તમે પિરવાર સાથે પ્રવાસ જવાનો પ્લાન કરી રહ્યાં છો તો આજે તમારી એ ઇચ્છા પૂરી થશે. નજીકના લોકોનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. કૌંટુમ્બિક વાતોમાં જો તમે ઢીલ આપશો તો ભવિષ્યમાં મૂશ્કેલી આવી શકશે.

જરુરી કામોમાં આળસ ના દાખવતા. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને કોઇ નવી નોકરીની ઓફર આવશે.

કર્ક: આજનો દિવસ તમારા માટે અનુકુળ રહેશે. પરિવારમાં કોઇ મંગળ કાર્યનું આયોજન થશે. તમારા ઘરે કોઇ મહેમાન આવશે. સંતાન તમારી પાસે કોઇ વસ્તુની ફરમાઇશ કરી શકે છે. જે તમારી પૂરી કરવી પડશે. ધન અને સંપત્તી માટેના પ્રયાસો આજે ઝડપી બનશે. કોઇ પણ સરકારી યોજનામાં પૈસા નાંખતા પહેલાં વિચાર કરી લેજો નહીં તો તમારા પૈસા ફસાઇ શકે છે.


સિંહ: આજનો દિવસ પારિવારીક વિષયોમાં રસ વધારનારો હશે. તમે સર્જનાત્મ કાર્યોમાં આગળ વધશો. તમારી પાસે વધુ ધન આવવાના કારણે તમે તમારા જીવનસ્તરને પણ ઉંચુ લઇ જશો. મિત્ર પાસેથી તમને નવી સૂચના સાંભળવા મળશે. તમે તમારા ખર્ચા આવક મુજબ કરશો તો જ તમે ભવિશ્યમાં પૈસા સાચવી શકશો. પરિવારમાં કોઇને તમારી વાતનું ખોટું લાગી શકે છે. તમારે માતા-પિતા સાથે બેસીને લોહીના સંબધો વચ્ચે ચાલી રહેલ વિવાદો દૂર કરવા પડશે.



કન્યા: આજનો દિવસ બુદ્ધી અને વિવેકથી નિર્ણય લેજો. કાર્યક્ષેત્રે કોઇ નાની ભૂલને માફ કરવી પડશે. આજે કોઇ સરકારી યોજનાનો સંપૂર્ણ લાભ મળશે. તમે તમારા કામોમાં સહજતાથી આગળ વધજો નહીં તો મૂશ્કેલી આવી શકે છે. કોઇ ગમતી વ્યક્તી તમને લાંબા સમયબાદ મળશે. વેપારમાં ભૂલ ટાળજો. જીવનસાથીની કારકીર્દીને લઇને સજાગ રહેજો. એમને એમની કારકીર્દીને લઇને કોઇ સમસ્યા આવી શકે છે.


તુલા: આજનો દિવસ લેવડ-દેવડના મામલે ઉત્તમ રહેશે. સંપત્તીના મામલામાં લખાવી લેવું હિતાવહ રહેશે. નહીં તો તમને કોઇ ખોટાં કામમાં ફસાવવામાં આવશે. આર્થિક દ્રષ્ટિકોણથી કરવામાં આવેલ પ્રયાસ સફળ રહેશે. તમારે આવક-જાવકમાં બેલેન્સ જાળવવું પડશે નહીં તો સમસ્યા થઇ શખે છે. તમારા મહત્વના પ્રયાસો આજે ગતિશીલ થશે. તમને મિત્રોનો સંપુર્ણ સાથ મળશે. વેપારીઓને લાભ થશે.


વૃશ્ચિક: આજનો દિવસ પૈતૃક સંપત્તિના મામલે જીત અપાવશે. વેપારીઓની આર્થિક સ્થિતી સુધરશે. કોઇ સરકારી કામમાં ઢીલના રાખતાં નહીં તો કોઇ મોટી મૂશ્કેલી આવી શકે છે. તમારા પ્રભાવ અને પ્રતાપમાં વધારો થશે. તમને એક કરતાં વધુ સ્ત્રોતમાંથી આવક થઇ શકે છે. જે લોકો કોઇ યોજનાને લઇને લાંબા સમયથી ચિંતિત છે તેમની ચિંતા આજે દૂર થશે અને એ યોજના ફરી શરુ થશે. પૈસા સંબંધિત વાતોમાં નિર્ણયો સમજી વિચારીને લેજો.


ધનુ: આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ રહેશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. વેપારીઓને લાભ થશે. કોઇ મોટા લક્ષ્ય પર તમારે ફોકસ રહેવું પડશે. ભઆગ્યની દ્રષ્ટિએ દિવસ ઉત્તમ રહેશે. ધાર્મિક કાર્યોમાં ગતી મળશે. ભગવાનની ભક્તિમાં મન લાગશે. જેને જોઇને પરિવારના સભ્યો પણ ખૂશ થશે. તમે કોઇ લાંબા અંતરના પ્રવાસે જવાનું આયોજન કરશો. જો તમે માતા-પિતાને પૂછીને જસો તો વધુ હિતાવહ છે.


મકર: આજના દિવસે સાવધાની અને સતર્કતાથી આગળ વધજો. પરસ્પર સહોયગની ભાવના રહેશે. કોઇ પણ કામના નિતી નિયમો પર ચોક્કસ ધ્યાન આપજો. નહીં તો સમસ્યા આવી શકે છે. જો તમે જરુરી કામમાં ઢીલ રાખશો તો કામ અટકી શકે છે. પરસ્પર સહકારની ભાવના રહેશે. કોઇ પણ કામની પહેલ કરતાં બચજો, કારણ કે જો એમાં નાનકડી પણ ભૂલ થશે તો તો તમારે ખરી ખોટી સાંભળવી પડશે. તમારા રોજિંદા રુટીનમાં ફેરફાર કરવો તમારા માટે નુકસાનકારક રહેશે. સાસરીપક્ષની કોઇ વ્યક્તિ પાસેથી તમને ધનલાભ થશે.


કુંભ: આજનો દિવસ પાર્ટનરશીપમાં કોઇ કામ કરવા માટે ઉત્તમ રહેશે. ટીમવર્કમાં કામ કરી કોઇ કામ તમે સમય કરતાં પહેલાં પૂરું કરી દેશો. બધાને સાથે લઇને ચાલવામાં તમે આગળ રહેશો. તમે તમારી જવાબદારીઓ સારી રીતે પાર પાડશો. તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારીઓએ સકારાત્મક રહીને કામ કરવું પડશે. તમે તમારી જવાબદારી સારી રીતે પાર પાડજો નહીં તો લોકો નારાજ થશે. જો તમે કોઇને પૈસા ઊધાર આપ્યા છે તો એ આજે પાછા મળશે. નેતૃત્વ ક્ષમતાનો લાભ મળશે.


મીન: આજનો દિવસ તમારા માટે ખૂબ મહત્વનો રહેશે. કાર્યક્ષેત્રે કોઇ અનુભવી વ્યક્તીની સલાહની જરુર પડશે. તમે તામારી નિર્ણાયક શક્તીને મજબૂત કરજો. ઉતાવળે કોઇ નિર્ણય ના લેતાં, નહીં તો મૂશ્કેલી આવી શકે છે. આરોગ્યલક્ષી સમસ્યાઓને નજરઅંદાજ ના કરતાં, નહીં તો ભવિષ્યમાં તમારી સામે કોઇ મોટી સમસ્યા આવી શકે છે. કાર્યક્ષેત્રો જો તમે કોઇ અજાણી વ્યક્તી પર વિશ્વાસ કર્યો છે તો એ આજે તમને સારો લાભ આપશે. તમારી કેટલીક મહત્વની યોજનાઓને ગતી મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button