આપણું ગુજરાત

રાજકોટ માથે તોળાતું જળ સંકટ! આજી-1 ડેમમાં એક મહિનો ચાલે તેટલું જ પાણી

ચોમાસાએ વિદાય લીધાના હજુ ગણતરીના દિવસો જ વીત્યા છે ત્યાં રાજકોટ અને આપપાસના વિસ્તારોમાં જળ સંકટ ઉભું થાય એવા સંકેતો મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ રાજકોટને પાણી પૂરું પાડતા 3 ડેમોમાં આ વર્ષે જળ સ્તર સમાન્ય કરતા નીચું રહ્યું છે. આજી-1 ડેમમાં વેહેલી તકે પાણી છોડવામાં નહીં આવે તો ડેમમાં માત્ર 15 નવેમ્બર સુધી ચાલે એટલું જ પાણી બચ્યું છે. જ્યારે ન્યારી-1 ડેમમાં માર્ચ 2024 અને ભાદર-1 ડેમમાં 31 ઓગસ્ટ 2024 સુધી ચાલે એટલો જ પાણીનો જથ્થો છે.

રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા છ વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછો વરસાદ પડ્યો હતો, જેને કારણે શહેરને પાણી પૂરું પડતા ડેમોમાં જળસ્તર નીચ્યું રહ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ આજી-1 ડેમમાં હાલ જળસસ્તર 24.57 ફૂટ જેટલું છે, જ્યારે ન્યારી 1 ડેમની જળસપાટી 23.78 ફૂટ અને ભાદર 1 ડેમમાં 32.70 ફૂટ પાણીનો જથ્થો છે.

રાજકોટ શહેરને દરરોજ 400 એમએલડી (મિલિયન લીટર પર ડે) પાણીની જરૂરિયાત છે. જળાશયોમાંથી દરરોજ 277 એમએલડી પાણીનો જથ્થો ખેંચવામાં આવી રહ્યો છે. પાણીની તંગી સર્જાય તે પહેલા નર્મદામાંથી 2400 એમસીએફટી (મિલિયન ક્યુબિક ફીટ) પાણીનો જથ્થો આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
નર્મદાનું પાણી આજી 1 અને ન્યારી 1 ડેમમાં છોડવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. આજી 1 ડેમ માટે 1800 એમસીએફટી અને ન્યારી 1 ડેમ માટે 600 એમસીએફટી પાણીના જથ્થાની માંગ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button