હૈદરાબાદ: કન્નડ ફિલ્મ અને ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી શોભિતા શિવન્ના (shobhitha shivanna) રવિવારે આત્મહત્યા કરી લીધી છે. તેમણે રવિવારે હૈદરાબાદના કોંડાપૂર સ્થિત તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. 30 વર્ષીય અભિનેત્રીએ ગઈકાલે 30 નવેમ્બરે મોડી રાત્રે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. તેમની આત્મહત્યાની ખબર સાંભળીને કન્નડ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી અને તેના ફેન્સમાં ભારે દુખની લાગણી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો: હત્યા કે આત્મહત્યા ? Etawahમાં સોના-ચાંદીના વેપારીની પત્ની અને ત્રણ બાળકોની લાશ મળી
પોતાના જ ફ્લેટમાં કરી આત્મહત્યા
કન્નડ ફિલ્મ અને ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી શોભિતા શિવન્ના રવિવારે તેમના એક ફ્લેટમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેમના એક ફ્લેટમાં રહેતી શોભિતા શિવન્ના ઘરની છત સાથે લટકતી હાલતમાં મળી આવી હતી જ્યારે પોલીસને માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચી હતી.
કર્ણાટકના હાસન જિલ્લાના સકલેશપુરની રહેવાસી શોભિતા પરિણીત હતી અને છેલ્લા બે વર્ષથી હૈદરાબાદમાં રહેતી હતી. અભિનેત્રીના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી, તેના નજીકના લોકો અને ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો: આજે આત્મહત્યા નિવારણ દિવસ: આંકડાની જેમ જ કારણો પણ અકળાવનારા
કોણ હતી શોભિતા શિવન્ના?
શોભિતા શિવન્ના શિવન્નાનો જન્મ 23 સપ્ટેમ્બર, 1992ના રોજ બેંગલુરુના કર્ણાટકમાં થયો હતો. શોભિતાએ બેંગ્લોરની પ્રતિષ્ઠિત સંસ્થા બાલ્ડવિન ગર્લ્સ હાઈસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણીના શાળાકીય શિક્ષણ બાદ, તેણીએ બેંગ્લોરની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT) માંથી ફેશન ડિઝાઇનિંગમાં ડિગ્રી મેળવી. શોભિતાએ તેની અભિનય કારકિર્દી 2015 માં કન્નડ ફિલ્મ રંગી તરંગાથી શરૂ કરી હતી.