અમદાવાદ: ગુજરાતમાં હજુ ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ શમ્યો નથી ત્યાં વધુ એક હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે. અહી અમરાઈવાડી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને મોડી રાત્રે દુખાવો થતાં કાકડિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જેને એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું અને આ બાદ તેની તબિયત વધુ તબિયત લથડી હતી અને તેનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલની બેદારકારીના કારણે મૃત્યુ થયું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા આ હોસ્પિટલના ટ્રસ્ટી છે.
આ પણ વાંચો: ગુજરાત સરકાર સફાળી જાગી! સાત હોસ્પિટલોને PM JAY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી કાકડીયા હોસ્પિટલ હવે વિવાદમાં ઘેરાણી છે. અહી એક દર્દીને સ્ટેન્ટ મુકાયા બાદ તેનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલની બેદરકારીના કારણે મૃત્યુ થયું હોવાના આરોપ મૂકીને પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો છે. અમરાઈવાડીના રહેવાસી અરવિંદભાઈ પરમારને મોડી રાત્રે દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેને આજે સવારે એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા બાદ તબિયત વધારે લથડી હતી અને અંતે તેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: Ahmedabad ની ખ્યાતિ હોસ્પિટલમાં ભૂતકાળમાં સર્જાયો હતો આ કાંડ, દર્દીનું થયું હતું મોત
કાર્ડ મળતા જ કહ્યું નળી બ્લોક
પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, હોસ્પિટલની બેદરકારીથી સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થયું છે. જેથી, પરિવારજનોએ હોસ્પિટલ પહોંચીને હોબાળો મચાવ્યો છે. હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યા બાદ દર્દીનું PMJAY કાર્ડ આપવામાં આવ્યા બાદ તરત જ નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે.
શહેર કોટડા પોલીસે ઘટના સ્થળે
મૃતક દર્દીનું ઓપરેશન PMJAY અંતર્ગત તેનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો છે, અને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતકની લાશને સ્વીકારની મનાઈ કરી હતી. પરિવારના હંગામાં બાદ શહેર કોટડા પોલીસે ઘટના સ્થળે પહોંચી છે.