આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર
લાડકી બહેન પછી હવે લાડકા વડીલો!
મુખ્યમંત્રી વયોશ્રી યોજના હેઠળ મળશે ૩૦૦૦ રૂપિયા
મુંબઈ: મહારાષ્ટ્રની કુલ વસ્તીમાં ૬૫ વર્ષથી ઉંમરના વરિષ્ઠ નાગરિકોની વસ્તી ૧૦ થી ૧૨ ટકા જેટલી છે. મોટી ઉંમરે કોઈ ને કોઈ બીમારી કે સમસ્યાનો સામનો કરતાં આ વડીલો માટે કેન્દ્ર સરકારની યોજનાની તર્જ પર રાજ્યમાં ‘મુખ્યમંત્રી વયોશ્રી યોજના’ શરુ કરવામાં આવી છે. જ્યેષ્ઠ નાગરિકોના આ યોજના અંતર્ગત ૩,૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે.
૬૫ વર્ષથી ઉપરના વડીલોને ઉંમરની સાથે અશક્તિ અને અંગો માં અપંગત્વ કે શિથિલતા આવી જતી હોવાથી ઉપકરણોની સહાયતા લેવી પડે છે. આ ઉપકરણોની ખરીદી માટે વયોશ્રી યોજના હેઠળ આર્થિક મદદ કરવામાં આવે છે.
આ પણ વાંચો: લાડકી બહેન યોજનાએ સત્તા અપાવી પણ યોજના ચાલુ રાખવાનો નવી સરકાર માટે મોટો પડકાર
કેવી રીતે અરજી કરવી?
- આયુષ્યના ૬૫ વર્ષ પૂર્ણ કરનાર મહારાષ્ટ્રના કોઈપણ નાગરિક અરજી કરી શકે છે?
- ઓનલાઇન અથવા ઓફલાઈન અરજી કરી શકાય છે.
- આવશ્યક માહિતી અને દસ્તાવેજો સાથે અરજી કરી શકાય છે
- પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે, પૂર્ણ નામ, વય, વ્યવસાય, ગામનું નામ, તાલુકો, જિલ્લો વગેરે માહિતી ભરવાની રહેશે.
- છેલ્લા ત્રણ વર્ષમાં કોઈપણ સરકારી યોજનાનો લાભ નથી લીધો તેનું ઘોષણાપત્ર સાથે જોડવું જરૂરી છે.
- અરજી યોગ્ય રીતે ભરીને જરૂરી દસ્તાવેજો સાથે ગ્રામ પંચાયત કે તહસીલદાર ઓફિસમાં સુપરત કરવાની રહેશે.
કયા ઉપકરણો ખરીદી શકાશે? - ચશ્મા
- શ્રવણયંત્ર
- ટ્રાઇપોડ સ્ટિક, વ્હીલચેર,
- ફોલ્ડિંગ વોકર,
- કમોડ ખુરશી,
- કમરનો પટ્ટો
કયા દસ્તાવેજો જરૂરી છે? - આધાર કાર્ડ, મતદાન ઓળખપત્ર
- પાસપોર્ટ સાઈઝના બે ફોટા
- રાષ્ટ્રીયકૃત બેંકની પાસબુકની પ્રત
- સ્વયં-ઘોષણાપત્ર
- ઓળખપત્ર સાબિત કરવા માટેના અન્ય સરકારી દસ્તાવેજો
- આધાર કાર્ડ ન હોય તો તેની રસીદ પણ ચાલશે
Taboola Feed