આપણું ગુજરાતવલસાડ

વલસાડ યુવક હત્યામાં ચોંકાવનારા ખુલાસા: મોબાઈલ સ્ક્રીનના પૈસા માટે એક મિત્રએ જ કરી નાખી…..

વલસાડ: યુવાનોમાં આજના સમયે મોબાઈલનું ગાંડપણ ખૂબ જ વ્યાપેલું છે, પણ આ ગાંડપણ જો હત્યા સુધી પહોંચી જાય તો ઘણું વહરું દ્રશ્ય થઈ જાય છે. વલસાડના બાલદા ગામમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગની લિફ્ટના ખાડામાંથી એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યા બાદ હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.

યુવક થયો હતો ગુમ

પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડના પારડી તાલુકાના બાલદા ગામની અંદર નવી બની રહેલી બિલ્ડીંગના લિફ્ટના ખાડામાં એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતક કિશોર બે દિવસથી ગુમ હતો. ગુમ થયા બાદ પરિવારજનોએ યુવકની શોધખોળ આદરી હતી. અંતે પરિવારજનોએ બનાવ વાળી જગ્યાએ તપાસ કરતા આ લિફ્ટના ખાડામાં ઈંટો નીચે દબાયેલી હાલતમાં મૃતક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઉકેલ્યો ભેદ

પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રારંભિક તબક્કે જ આ ઘટના હત્યા હોવાનું મનાઈ રહ્યું હતું. જેના આધારે પોલીસે મૃતકના પરિવારજનો પાડોશીઓ અને તેના મિત્રોની પૂછપરછ કરીને અંતે પોલીસે મૃતકના જ એક મિત્રની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ બાદ આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

આ પણ વાંચો : વલસાડમાં 19 વર્ષની વિદ્યાર્થિનીનો રેપ-હત્યા કેસઃ આરોપીએ તબલા ટીચરને ઉતારી હતી મોતને ઘાટ…

પૈસા આપવા બોલાવી હત્યા કરી

પોલીસની તપાસમાં આ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. મૃતક અને હત્યા કરનાર કિશોર બંને મિત્રો હતા. જેમા મૃતકના મોબાઈલની સ્ક્રીન હત્યા કરનાર કિશોરના હાથથી તૂટી ગઈ હતી, જેના રિપેરિંગ માટે મૃતક અવારનવાર મિત્ર પાસેથી પૈસા માંગતો હતો. જો કે તેણે ન આપતા મૃતકે હત્યા કરનારની મમ્મીને જાણ કરતા તેના મમ્મીએ હત્યા કરનાર કિશોરને માર માર્યો હતો. આથી કિશોર રોષે ભરાયો હતો અને બનાવના દિવસે મોબાઈલની સ્ક્રીનના પૈસા આપવા અને રીપેરીંગ કરવાના બહાને મિત્ર મૃતકને આ અવાવરું બિલ્ડીંગ પર બોલાવી ચોથા માળથી નીચે ધક્કો મારી અને બિલ્ડીંગના લિફ્ટના ખાડામાં ફેંકી દીધો હતો અને તેના પર ઉપરા છાપરી ઈંટોના ઘા કરી અને તેને મૃતદેહને ઈંટો નીચે દબાવ્યો હતો. ઉપર ઝાડી ઝાંખરા નાખી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button