Morbi માં પોલીસે પોસડોડાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ…
મોરબી : મોરબી(Morbi)એસઓજી ટીમ નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ ઝુંબેશના ભાગરૂપે પેટ્રોલિંગમાં જુના બસ સ્ટેન્ડ પાછળથી એક વ્યક્તિના ઘરેથી પોસડોડાના જથ્થા સાથે ધરપકડ કરી હતી. આ અંગે એસઓજીને અગાઉથી બાતમી મળી હતી.
આ પણ વાંચો : મોરબીના તીર્થક ગ્રુપ પર દરોડા દરમિયાન પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા ઘરે મળવા પહોંચતા અનેક તર્ક વિતર્ક…
પોસડોડાનો 3 કિલો જથ્થો જપ્ત
પોલીસે આરોપીના મકાનમાંથી પોસડોડાનો 3 કિલો 195 ગ્રામ જથ્થા સહિત આરોપી જુમા કરીમ ચૌહાણ વાળાને ઝડપ્યો હતો. જ્યારે સીટી-એ ડીવીઝન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : મોરબી જિલ્લામાં ખનીજચોરી અટકાવવા સરપંચ જૂથ મેદાનમાં…
89 વાહનો એમવી એક્ટ મુજબ કબજે કરવામાં આવ્યા
આ ઉપરાંત વાહન ચેકિંગ ડ્રાઇવમાં મોરબી જીલ્લા પોલીસ દ્વારા ટાઉન વિસ્તારોમાં એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર મેગા વાહન ચેકિંગ કર્યું હતું જેમાં નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી-તૂટેલી નંબર પ્લેટ, ફોર વહીલ કારમાં ડાર્ક ફિલ્મ લગાડેલ હોય તેવા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જીલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન 1597 વાહન ચેક કરવામાં આવેલ તેમાં માલિકીના આધાર પુરાવા વગરના-શંકાસ્પદ ટુ-વ્હીલર-ફોર વ્હીલર એમ કુલ 89 વાહનો એમવી એક્ટ મુજબ કબજે કરવામાં આવ્યા હતા.તેમજ ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર 250 વાહન ચાલકો પાસેથી 1,18,200 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.