આંધ્રપ્રદેશ બાદ હવે Telangana પણ બે બાળકની નીતિ દૂર કરશે, જાણો શું તેની પાછળનું સમગ્ર ગણિત
નવી દિલ્હી: દેશમાં વસ્તી નિયંત્રણ કાયદાની ચર્ચા વચ્ચે અને આંધ્રપ્રદેશે તેની બે-બાળકની નીતિને નાબૂદ કર્યાના અઠવાડિયા પછી તેલંગાણા તેનું(Telngana)અનુસરણ કરે તેવી શક્યતા છે. જે વર્ષ 2014 સુધી અવિભાજિત આંધ્રપ્રદેશનો એક ભાગ હતો. આંધ્ર પ્રદેશની જેમ તેલંગાણાએ તેના પંચાયત રાજ અધિનિયમ, 2018માં સુધારો કરવો પડશે. આ અંગે રાજ્યની કેબિનેટમાં તેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: તેલંગાણાના જંગલમાં એન્કાઉન્ટરમાં 7 નક્સલવાદીઓ ઠાર, હથિયારો જપ્ત…
બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકો ચૂંટણી લડી શકશે
તેલંગાણામાં રેવંત રેડ્ડીની સરકાર વસ્તી નિયંત્રણ સંબંધિત નિયમને નાબૂદ કરવાનું વિચારી રહી છે. બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિઓને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવા પર પ્રતિબંધ હટાવવાનો પ્રસ્તાવ તેલંગાણા સરકારની વિચારણા હેઠળ છે. જેને 1990ના દાયકામાં અવિભાજિત આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા બદલવામાં આવ્યો હતો. જ્યારે આંધ્ર પ્રદેશ વિધાનસભાએ તાજેતરમાં એક બિલ પસાર કર્યું છે જે અગાઉના નિયમને ઉલટાવીને બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકો શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકશે.
દક્ષિણના રાજ્યોમાં લોકસભા બેઠકોની ગણતરીમાં ઘટાડો થશે
વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ તાજેતરના દિવસોમાં ચિંતા વ્યક્ત કરી છે કે આગામી સીમાંકન પ્રક્રિયામાં દક્ષિણના રાજ્યોમાં લોકસભા બેઠકોની ગણતરીમાં ઘટાડો થશે. આ કારણોસર, દક્ષિણ ભારતના રાજ્યોની સરકારો પણ વસ્તી વધારવા વિશે વિચારી રહી છે. તેલંગાણામાં બેથી વધુ બાળકો ધરાવતા લોકો સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકતા નથી.
દક્ષિણ ભારતીય સાંસદોની સંખ્યા ઘટશે
આગામી સીમાંકનમાં ઓછી વસ્તીને કારણે દક્ષિણ ભારતીય રાજ્યોની બેઠકો ઘટી શકે છે, જ્યારે યુપી જેવા મોટી વસ્તી ધરાવતા રાજ્યોની બેઠકો વધી શકે છે. જો આમ થશે તો લોકસભામાં દક્ષિણ ભારતીય સાંસદોની સંખ્યા ઘટશે અને દક્ષિણ ભારતમાં મજબૂત પકડ ધરાવતા પક્ષોની સંસદમાં સંખ્યા ઘટશે. તેનાથી બચવા માટે નેતાઓ વસ્તી વધારવાનું વિચારી રહ્યા છે. દક્ષિણના રાજ્યો જેમણે કુટુંબ નિયોજનને વધુ સારી રીતે અમલમાં મૂક્યું છે. તેમને ડર છે કે સીમાંકનથી દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતની તુલનામાં લોકસભાની બેઠકો ઓછી થશે.
નીચા પ્રજનન દર અને વૃદ્ધ વસ્તી અંગેની ચિંતાઓ
આ ઉપરાંત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ અગાઉ કહ્યું હતું કે તેમની સરકાર વધુ બાળકો ધરાવતા લોકોને પ્રોત્સાહન આપશે.જે નીતિ ઘણા યુરોપિયન દેશો દ્વારા અપનાવવામાં આવી છે. આંધ્ર પ્રદેશે નીતિને રદ કરતી વખતે નીચા પ્રજનન દર અને વૃદ્ધ વસ્તી અંગેની ચિંતાઓને પણ ટાંકી હતી. રાજ્યના માહિતી અને જનસંપર્ક મંત્રી કે પાર્થસારથીએ કહ્યું હતું કે આંધ્રનો કુલ પ્રજનન દર અત્યંત નીચો છે. જ્યારે રાષ્ટ્રીય પ્રજનન દર 2.11 છે. જે રાજ્યમાં માત્ર 1.5 છે.