બાવનકુળે ખુદને રાજ્યપાલ સમજે છે?: રાઉત
મુંબઈ: સમગ્ર મહારાષ્ટ્રમાં હાલ બે મુદ્દાની ચર્ચા થઈ રહી છે. રાજ્યમાં મહાયુતિની સરકાર ક્યારે બનશે? મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન કોણ હશે? ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ એમાંથી એક સવાલનો જવાબ આપી જણાવ્યું હતું કે ‘રાજ્યમાં સરકાર બનાવવા અંગેની ગૂંચ ઉકેલાઈ ગઈ છે અને 5 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શપથવિધિ સમારોહ યોજાશે.’
આ પણ વાંચો : દાઢીવાળાને કમ નહીં સમજતા: શિંદે જૂથની ચેતવણી…
આ જાહેરાત બાદ શિવસેનાના સંસદ સભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે ‘બાવનકુલળે પોતાને રાજ્યના રાજ્યપાલ સમજી આવી જાહેરાત કરે છે? તેમને આ અધિકારો કોણે આપ્યા? શું ગવર્નરે બાવનકુળેને કોઈ જાહેરાત કરવા કહ્યું હતું? એક તરફ આ મહાગઠબંધનવાળા સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા તૈયાર નથી અને બાવનકુળે 5 તારીખની જાહેરાત કરે છે. મને સમજાતું નથી કે શું આ લોકો ડરી ગયા છે? રાજ્યમાં ખૂબ જ ગંભીર સ્થિતિ છે. એક મોટું બંધારણીય સંકટ છે. આ બધા માટે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ જવાબદાર છે.’ .