હમ ભૂલ ગયે રે હર બાત મગર…ઃ અમિતાભનું નામ સાંભળતા જ રેખાએ કહ્યું કે…
બોલીવૂડની જાજરમાન અભિનેત્રી રેખા હજુ લાઈમલાઈટમાં રહે છે. પોતાની સુંદરતા, ડ્રેસિંગ, ગ્રેસને લીધે તેનાં વિશે પણ લોકોને જાણવું ગમતું હોય છે. રેખા જ્યારે પણ સ્ક્રીન સામે આવે ત્યારે લોકોને અમિતાભ બચ્ચન યાદ આવ્યા વિના રહેતા નથી. વળી, રેખા પણ ક્યાંક આવા ઈશારા કરતી હોય છે.
આ પણ વાંચો : હમને તો જબ કલિયાં માંગી…અમિતાભ પહેલા અને પછી રેખાના જીવનમાં આવી ગયા આ પુરુષો અને…
થોડા જ દિવસોમાં રેખા કપિલ શર્માના શૉમાં ફરી આવી રહી છે. અગાઉ પણ તેણે આ શૉની મહેમાનગતી માણી છે. હવે ફરી પાછી રેખા શૉની ગેસ્ટ બની રહીછે.
70 વર્ષ પૂરા કરી ચૂકેલી રેખા હજુ દાગીનાઓથી લદાયેલી, મેક અપ અને સ્ટાઈલ સાથે જોવા મળે છે. કપિલ શર્મા શૉમાં પણ તે જાજરમાન લાગી રહી છે.
કપિલ વાત કરતા કરતા અમિતાભ બચ્ચન દ્વારા હૉસ્ટ કરવામાં આવતા કૌન બનેગા કરોડપતિ શૉની વાત કરે છે. તે કહે છે કે અમે જ્યારે કેબીસીમાં ગયા ત્યારે બચ્ચનસાહેબે મારા માતાને પૂછ્યું કે યે પેટમે થા તબ આપ ક્યા ખાતી થી. તો માને બોલા દાલ રોટી. કપિલ આ જવાબ આપે તે પહેલા જ રેખાએ કહ્યું કે મને ખબર છે. મને પૂછને એક એક ડાયલૉગ મને યાદ છે. આમ કહી રેખાએ એ જણાવી દીધું કે તે બચ્ચનનો પ્રોગ્રામ કેટલી એકાગ્રતાથી જૂએ છે.
રેખાએ 80-90ના દાયકામાં અને ત્યારબાદ પણ ઘણી હીટ ફિલ્મો આપી છે. માત્ર બચ્ચન નહીં અન્ય સ્ટાર સાથેના તેનાં સંબંધો પણ ચર્ચામાં રહ્યા છે. રેખાના લગ્ન અને લગ્નજીવનમાં ભંગાણ, પતિની આત્મહત્યા બન્ને ચર્ચામાં રહ્યા છે. જોકે સૌથી વધારે ચર્ચા થઈ હોય તો રેખા અને બચ્ચનની લવસ્ટોરીની થઈ છે. જયા સાથે લગ્ન બાદ પણ બચ્ચન રેખા સાથે સંબંધોમાં રહ્યા તેવી ઘણી વાતો થઈ છે.
આ પણ વાંચો : ‘મારી સાથે ક્યારેય રોમેન્ટિક નહોતા…’ અમિતાભ સાથેના સંબંધો પર આ શું બોલ્યા જયા બચ્ચન!
યશ ચોપરાએ બનાવેલી સિલસિલા તેમના જીવન પર આધારિત હોવાનું પણ કહેવાય છે. જયાએ રેખાને પોતાનું ઘર તૂટવા નહીં દે અને અમિતાભને નહીં છોડે તેવું રોકડું પરખાવી દીધું હોવાના મીડિયા રિપોર્ટ્સ પણ છે. તેમ છતાં રેખા અને બચ્ચનની અધૂરી પ્રેમકહાની હજુ પણ સૌનુ ધ્યાન ખેંચે છે.