પાયલટને સલામઃ વાવાઝોડામાં હાલકડોલક પ્લેન ક્રેશ થતાં આ રીતે બચાવ્યું, વાયલર વીડિયો
ચેન્નાઈ: ચક્રવાત ફેંગલ હજુ પણ ખાડી પર સ્થિર થયેલું છે અને હવે તે ધીમું ધીમું નબળું પડે તેવી ધારણા સેવાઇ રહી છે, પરંતુ આ સમયે વાવાઝોડાને કારણે તમિલનાડુના વિલ્લુપુરમ અને પુડુચેરીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચક્રવાતની અસર ચેન્નાઈ શહેરમાં પણ જોવા મળી રહી છે, જેના કારણે ઈન્ડિગોનું એક વિમાન ક્રેશ લેન્ડિંગ થતાં થતાં બચી ગયું. આ ઘટનાનો એક વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે પ્લેન લેન્ડિંગ દરમિયાન જમીન પર પટકાય છે અને રિકવર થવાનો પ્રયાસ કરે છે.
આ પણ વાંચો: MiG-29 Crash: રાજસ્થાનમાં એરફોર્સનું પ્લેન ગામ પર પડતા રહી ગયું, પાયલોટે આ રીતે ટાળી મોટી દુર્ઘટના
ચક્રવાત ફેંગલને કારણે ફ્લાઈટને લેન્ડિંગમાં મુશ્કેલી
ચક્રવાત ફેંગલને કારણે ઈન્ડિગોની ફ્લાઈટને ચેન્નાઈમાં લેન્ડિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઈન્ડિગોએ આ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું છે કે મુંબઈ-ચેન્નઈ ફ્લાઈટને વરસાદ અને ભારે પવન સહિત પ્રતિકૂળ હવામાનનો સામનો કરવો પડ્યો હતો, તેથી તેણે ફરવા જવું પડ્યું, જ્યારે ફ્લાઇટને સલામત લેન્ડિંગ મળી શકતું નથી, ત્યારે સામાન્ય રીતે ગો-અરાઉન્ડ કરવામાં આવે છે.
ઇન્ડીગોએ આપ્યું સત્તાવાર નિવેદન
ઈન્ડિગોએ આ ઘટના અંગે જણાવ્યું છે કે, “વરસાદ અને ભારે પવન સહિત પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે, મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે કાર્યરત ફ્લાઈટ 6E 683 ના કોકપિટ ક્રૂએ સ્થાપિત સુરક્ષા પ્રોટોકોલ મુજબ 30 નવેમ્બર 2024 ના રોજ ગો-અરાઉન્ડ કર્યું હતું” એરલાઈને એ પણ સ્પષ્ટતા કરી હતી કે પાઈલટને આવી પરિસ્થતિ સમયે લેવાના પગલાઓ માટે તાલીમ આપવામાં આવે છે.
આ સુરક્ષિત અભ્યાસ
તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે “આ એક સુરક્ષિત અભ્યાસ છે અને અમારા પાઇલટ્સને આવી પરિસ્થિતિઓને અત્યંત વ્યાવસાયિક રીતે સંભાળ લેવા માટે ઘણી તાલીમ આપવામાં આવે છે. જ્યારે સલામત ઉતરાણ શક્ય ન હોય, ત્યારે ગો-અરાઉન્ડ હાથ ધરવામાં આવે છે.”