RSSને સમાજના વિનાશની ચિંતા કોરી ખાય છે
નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – આરએસએસના વડા મોહન ભાગવતે રવિવારે પરિવારના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે જો સમાજનો વસ્તી વૃદ્ધિ દર 2.1થી નીચે જાય તો તે સમાજ નાશ પામે છે.
આ પણ વાંચો: તો શું દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે? RSSએ સંમતિ આપી દીધી, પણ અજિત પવાર, એકનાથ શિંદે….
નાગપુરમાં ‘કઠાળે કુળ સંમેલન’માં જનસભાને સંબોધિત કરી તેમણે કહ્યું હતું કે ‘પરિવાર’ સમાજનો હિસ્સો છે અને દરેક પરિવાર એક એકમ છે. વસ્તીમાં ઘટાડો એ ચિંતાનો વિષય છે કારણ કે લોકસંખ્યા શાસ્ત્ર અનુસાર વૃદ્ધિ દર 2.1થી નીચે ઉતરે તો એ સમાજ નાશ પામે છે. કોઈ તેનો નાશ કરશે નહીં, તે જાતે જ નાશ પામશે.’
આ પણ વાંચો: RSS ના કાર્યકરો પર છરી વડે હુમલો કરનારા આરોપીના મકાન પર ફર્યું બુલડોઝર…
આરએસએસના અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે ‘આપણા દેશની વસ્તી નીતિ અનુસાર વૃદ્ધિ દર 2.1 થી નીચે ન હોવો જોઈએ. આપનો વસ્તી વૃદ્ધિ દર બે કરતા વધુ હોવો જરૂરી છે, મતલબ કે દર 3 હોવો જોઈએ એમ વસ્તી વિજ્ઞાન કહે છે. સમાજ ટકી રહે એ માટે આ સંખ્યા મહત્વપૂર્ણ છે.’
(પીટીઆઈ)