આપણું ગુજરાતવડોદરા

દાયકાઓની પ્રતિક્ષા બાદ હવે અલકાપુરી ગરનાળા પર બનશે રેલવે ઓવરબ્રિજ…

વડોદરા: જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને ચર્ચાઓ થતી હતી તે અલકાપુરી બ્રિજનો વિકાસ હવે સ્વપ્નમાંથી હકીકત બનવા જઈ રહ્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડોદરાની એક કાયમી મુશ્કેલી નિવારવા માટે અલકાપુરી રેલવે અંડર પાસની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : Vadodaraમાં યુવાનને ગોંધીને માર મારવાના કેસમાં પાંચ પોલીસકર્મી પર ફોજદારી કેસ નોંધવા આદેશ

મુખ્ય પ્રધાને કરી જાહેરાત

મુખ્ય પ્રધાને વડોદરા મહાનગરપાલિકા આયોજિત વિકાસ ઉત્સવમાં રૂ.614.54 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. શનિવારે તેમની મુલાકાત દરમિયાન મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે હાલના અંડરપાસને બદલવા માટે ટૂંક સમયમાં જ વડોદરાને ઓવરબ્રિજ ભેટમાં આપવામાં આવશે.

ઓવરબ્રિજની ચર્ચા દાયકાઓ જુની

જો કે અલકાપુરી ઓવરબ્રિજની ચર્ચાને દાયકાઓનો સમય વિતી ચૂક્યો છે. વર્ષ 1968થી 1973 દરમિયાન ડૉ. ઠાકોરભાઈ પટેલ મેયર હતા ત્યારથી રેલવે ઓવરબ્રિજની ચર્ચા થઈ રહી છે. ત્યારબાદ ડેપ્યુટી મેયર ડૉ. જતીન મોદીએ પણ અલકાપુરી ઓવરબ્રિજની વાત કરી હતી. પરંતુ તે પ્રોજેક્ટ ક્યારેય સાકાર થઈ શક્યો નથી. આ બ્રિજ માટે કરોડોનો ખર્ચ કરવા છતાં અંડરપાસમાં પાણી ભરાઈ જવાનો પ્રશ્ન હજુ પણ વણઉકેલ્યો જ રહ્યો છે.

આ પણ વાંચો : Vadodara જિલ્લાના વિકાસને મળશે વેગ, સીએમ ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 507.94 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી

વર્ષોથી માળીએ ચડેલો છે પ્રશ્ન

ગત ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાવાના કારણે ત્યાથી પરિવહન અટકી પડ્યું હતું. વરસાદના લીધે વિશ્વામિત્રીમાં પાણીનું સ્તર વધતાં અંડરપાસ છલકાઈ જાય છે, નદીમાં પાણીનું સ્તર ઘટતા ઓન અંડરબ્રિજમાં પાણી ઓસરતું નથી. બે વર્ષ પહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ઓવરબ્રિજ પ્રોજેક્ટ હાથ ધરવા વિનંતી કરી હતી. વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને આ અંગે પત્ર લખ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button