IND vs AUS: બીજી મેચમાં રોહિત ઓપનીંગ નહીં કરે! લોઅર ઓર્ડરમાં રમતો જોવા મળી શકે છે…
એડિલેડ: ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચ 6ઠ્ઠી ડિસેમ્બરથી શરુ થવાની છે, એ પહેલા ભારતીય ટીમે પ્રાઈમ મિનિસ્ટર પ્લેઈંગ ઈલેવન (Prime Ministers XI vs India) સામે પ્રેક્ટિસ મેચ રમી હતી. આ બે દિવસીય મેચમાં પ્રથમ દિવસની રમત વરસાદના કારણે રમાઈ શકી ન હતી, પરંતુ બીજા દિવસે વરસાદના કારણે મેચ 46-46 ઓવરની કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ભારતે લાલ આંખ કરી એટલે પાકિસ્તાને આઇસીસી સામે ઘૂંટણિયા ટેકવ્યા
આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રાઈમ મિનિસ્ટર પ્લેઈંગ ઈલેવન 43.2 ઓવરમાં 240 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી.
રોહિત શર્મા ઓપનીંગ કરવા ન આવ્યો:
ભારતને આ મેચ જીતવા માટે 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને એવી આશા હતી કે કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા મેદાને ઉતરશે, પરંતુ પ્રથમ ટેસ્ટ મેચની જેમ આ પ્રેક્ટિસ મેચમાં પણ કેએલ રાહુલ અને યશસ્વીએ ઇનિંગ્સની શરૂઆત કરી હતી. જેને આધારે એવા અહેવાલો છે કે એડિલેડ ટેસ્ટ મેચમાં રોહિત શર્મા નીચેના ક્રમમાં બેટિંગ કરશે. પ્રથમ ટેસ્ટ મેચમાં યશસ્વી અને કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરી હતી. ભારતીય ટીમ મેનેજમેન્ટ એ બંને ને જ ઓપનિંગ કરવા માટે ઉતારી શકે છે.
બીજી મેચમાં કેપ્ટન રોહિત શર્મા નીચા ક્રમમાં બેટિંગ કરતો જોવા મળી શકે છે. ત્રીજા નંબર પર શુભમન ગિલ આવી શકે. ટેસ્ટ કારકિર્દીની શરૂઆતમાં રોહિત શર્મા નીચલા ક્રમમાં રમ્યો હતો.
આ પણ વાંચો : હૅઝલવૂડ ભારત સામેની બીજી ટેસ્ટમાં નહીં રમે, પણ ઑસ્ટ્રેલિયાને સારો વિકલ્પ મળી ગયો
ભારત 6 ડિસેમ્બરથી એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ મેચ રમશે, આ મેચ ડે-નાઈટ હશે. ટીમ ઈન્ડિયાએ 5 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ જીતી લીધી છે અને હાલમાં તે સીરીઝમાં 1-0 થી આગળ છે.