મુંબઈની કોર્ટે ગૂગલને લગાવી ફટકાર, યુટ્યુબ પરથી વિડીયો દૂર નહિ કરતા Sundar Pichaiને નોટિસ
મુંબઇ : મુંબઈની એક કોર્ટે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને(Sundar Pichai)અદાલતે અવમાનનાની નોટિસ ફટકારી છે. ગૂગલના વીડિયો સ્ટ્રીમિંગ જાયન્ટ પ્લેટફોર્મ યુટ્યુબના એક વીડિયો પર કોર્ટના આદેશનું પાલન ન કરવાને કારણે આ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. આ સમગ્ર કેસની વિગત મુજબ કોર્ટે અગાઉ યુટ્યુબને એનજીઓ ધ્યાન ફાઉન્ડેશન અને તેના સ્થાપક યોગી અશ્વિનીને નિશાન બનાવતા કથિત રીતે બદનક્ષીભર્યા વીડિયોને હટાવવાનો આદેશ આપ્યો હતો અને યુટ્યુબે આ આદેશનું પાલન કર્યું નથી. જેના કારણે સુંદર પિચાઈને આ નોટિસનો સામનો કરવો પડ્યો છે. ધ્યાન ફાઉન્ડેશન દ્વારા ગુગલની માલિકીની યુટ્યુબ વિરુદ્ધ દાખલ કરાયેલા કેસની આગામી સુનાવણી 3 જાન્યુઆરી, 2025ના રોજ થશે.
વીડિયો હજુ પણ ભારતની બહાર જોઈ શકાય છે.
કોર્ટના એડિશનલ ચીફ જસ્ટિસે પૂછ્યું છે કે સુંદર પિચાઈ સામે કોર્ટની અવમાનના અને તેના અગાઉના આદેશનું પાલન ન કરવા બદલ તિરસ્કારની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ. વીડિયોને હટાવવાના આદેશ છતાં, ‘પાખંડી બાબાની કરતૂત’ નામનો વીડિયો હજુ પણ ભારતની બહાર જોઈ શકાય છે.
Also Read – ટ્રાવેલ પ્લસ : કુદરતનું ઐશ્વર્ય – હિમાચલ પ્રદેશની બાસ્પા વેલીમાં આવેલું ભારતનું છેલ્લું ગામ ચિતકુલ
યોગી અશ્વિનીની પ્રતિષ્ઠાને જાણી જોઈને નુકસાન પહોંચાડ્યું
ધ્યાન ફાઉન્ડેશને તેની અરજીમાં દાવો કર્યો છે કે ગૂગલની માલિકીની યુટ્યુબે જાણી જોઈને વાંધાજનક વીડિયો હટાવ્યો નથી. આને કારણે, એનજીઓ અને તેના સ્થાપકની પ્રતિષ્ઠાને કલંકિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે તેમની સંસ્થા પ્રાણી કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરતી એનજીઓ છે. ગુગલે એ ધ્યાન ફાઉન્ડેશન અને યોગી અશ્વિનીના દોષરહિત પાત્ર અને પ્રતિષ્ઠાને જાણી જોઈને નુકસાન પહોંચાડ્યું છે.