ઉત્સવકચ્છ

વલો કચ્છ: બહેન-દીકરીઓના શિક્ષણ ને સશક્તિકરણ માટે અભૂતપૂર્વ યોગદાન આપનારા કચ્છના ગાંધી

-ડૉ. પૂર્વી ગોસ્વામી

સ્વ. શ્રી ગોકુલદાસભા ખીમજી બાંભડાઈ, જેઓ કચ્છના ‘ગાંધી’ તરીકે ઓળખાયા, તેમના સમગ્ર જીવનનું એક અગત્યનું પાસું બહેન-દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે સમર્પિત હતું. તેમના જીવનકાળમાં, દાદાજીએ માત્ર પીડિત સમાજના હિત માટે જ નહીં, પરંતુ મહિલાઓના વિકાસ માટે પણ અનન્ય કાર્યો કર્યાં હતાં.

બહેન-દીકરીઓના શિક્ષણ માટેની દાદાજીની દ્રઢતા જોઈને સૌ કોઈ પ્રોત્સાહિત થઈ જતાં. તેમણે ૧૯૨૬માં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કુમાર છાત્રાલયની સ્થાપના કરીને સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિની જ્યોતિ પ્રગટ કરી જે જીવનપર્યંત જ્ઞાનયજ્ઞ તરીકે ચાલતું રહ્યું. એમાં પણ ૧૯૪૮-૪૯માં કન્યાઓ માટે છાત્રાલયની શરૂઆત એ દીકરી ઉત્થાનનું શ્રેષ્ઠ પગલું હતું.

સાત દાયકા પહેલાની પહેલ, જ્યારે સમગ્ર દેશમાં સ્ત્રીઉત્થાનની દિશામાં કામ કરવાનું હતું તે અરસામાં માત્ર કન્યાઓ માટે શિક્ષણ સુલભ બનાવવું એટલું જ નહીં પરંતુ તેમને શિખર સુધી પહોંચવામાં રાષ્ટ્રીય ઉત્સવોથી લઈને દૈનિક જીવન સુધીના તમામ ખર્ચ દાદા પોતાના ખિસ્સેથી ઉપાડતા.

આ પણ વાંચો: વલો કચ્છ: સાહિત્ય મંજન દ્વારા કચ્છ ને કચ્છીયતની ઉપાસના

દાદાજી એક શરત મૂકતા કે જે કુમાર છાત્રાલયમાં પ્રવેશ લેવા ઇચ્છતા તે પોતાની બહેન કે સબંધી દીકરીને કન્યા છાત્રાલયમાં દાખલ કરાવે. આ દ્રષ્ટિએ, દાદાજીએ દીકરીઓના શિક્ષણ માટે ખૂબ પ્રોત્સાહન આપ્યું. તે કન્યાઓના શિક્ષણ અને સમાન હક્ક માટે લડી રહ્યા હતા, ત્યારે સમાજમાં દીકરીઓને ઘરનાં બારણાં બહાર મોકલવાનું પણ એક પડકારરૂપ કામ હતું.

પ્રોત્સાહન માટેની પહેલ તેમણે દીકરીઓના ભણતર માટે જે કાર્ય કર્યું તે સમાજ માટે અદ્વિતીય હતું. ૧૯૪૮-૪૯માં, દાદાજીએ ૧૬ અનુસૂચિત જાતિની દીકરીઓને શાળામાં દાખલ કરાવવાનું શરૂ કર્યું. આ માટે, દાદાજીએ દરેક દીકરીના પરિવારને બે માસનું રાશન આપીને મદદ કરી અને વાલજીભાઈના જણાવ્યા અનુસાર એમણે દાખલ થયેલા દીકરીઓને પ્રોત્સાહનના ભાગરૂપે પ્રથમ વખત ચાંદીના ઝાંઝર પણ આપેલા. તે સમયે દીકરીઓના હિત માટેનું આ એક અનન્ય પગલું ગણી શકાય.

આ કાર્યના ઉદાહરણ તરીકે, જયાબેન મેઘજીભાઈ ગીગાભાઈ કટુવા અને અન્ય ૧૬ બહેનો, જેઓ મા દાદાજીના પ્રોત્સાહનથી ભણવા તૈયાર થઈ, એ તમામે સમાજમાં એક નવી લહેર સર્જી. દીકરીઓના જીવનમાં એક મહત્ત્વનો તબક્કો છે લગ્ન. ગરીબ અને પીડિત પરિવારોની દીકરીઓના લગ્ન સમયે, દાદાજી પોતાની જાતે આર્થિક મદદ પૂરી પાડતા અને કન્યાદાન પણ કરાવતા.

આ પણ વાંચો: વલો કચ્છ: લંડનમાં ‘ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ’

દાદાજી માટે મહિલાઓનું સન્માન જીવનનો મૂળ તત્ત્વ હતો, અને તેમણે દીકરીઓના માન અને સન્માનને બિનશરતી પ્રાથમિકતા આપેલી. ૧૯૫૪માં દાદાજીએ દીકરીઓ માટે નવું છાત્રાલય બાંધ્યું અને જૂનું છાત્રાલય ગોકુલવાસના જરૂરતમંદોને આપવામાં આવ્યા. મહિલાઓ માટેની દાદાજીની સેવા આજના સમયમાં પણ પ્રેરણારૂપ છે, અને તે આલેખન તેમના જીવનના દરેક તબક્કે દેખાય છે.

ભાવાનુવાદ: સ્વ. શ્રી ગોકુલદાસભા ખીમજી બાંભડાઈ, જુકો કચ્છજા ‘ગાંધી’ તરીકેં ઓરખાંધા વા, ઇનીજે જીયણજી જેમથ મા-ધીરુંજે શિક્ષણ નેં સશક્તિકરણલા સમર્પિત હૂઇ. દાદાજી, ખાલી અભરેજે હિતલા જ નં પ મહિલાએંજે વિકાસજે માટે ગ઼ચ કમ કયોં અયોં. ઇનીજે જેમથ ન્યારીને ભલભલા ઇનીસે પ્રોત્સાહિત થિઇ વિઞંધા વા. હિની ૧૯૨૬મેં અનુસૂચિત જાતિજે વિદ્યાર્થીએંલા કુમાર છાત્રાલયજી થાપના કિઇને પેલ્વેલી, સમાજમેં શિક્ષણજી જ્યોત પ્રગટાઇ જુકો જીવનપર્યંત જ્ઞાનયજ્ઞ તરીકેં હલંધો રયો.

તેમેં પણ ૧૯૪૮-૪૯મેં ધીરેંલા છાત્રાલયજી સરૂઆત ઇ ‘દીકરી ઉત્થાન’ જો ગૌરવસમાન પગલો હો. અજનું સત ડાયકે પેલાજી પહેલ, જેર સજે ડેસમેં સ્ત્રીઉત્થાનજી ડિસામેં માડૂ કમ કઈંધા વા હૂન અરસેમેં ખાલી ધીરુંજે માટે શિક્ષણ સુલભ કરીણું ઇતરો જ નં પ ઇનીકે ટોચતે પુગ઼ેલા હર કોઇ મેનત કરીંધા હોઆ ને તેંલા મિડ઼ે ખર્ચ ‘દાદા’ પિંઢજે ખિચે મિંજાનું વિજંધ વા. ઇની હિકડ઼ી સરત વજે ક જુકો કુમાર છાત્રાલયમેં ડાખલો કરાયલા મંઙે ઉ પિંઢજી ભેંણ ક સબંધી ધી કે કન્યા છાત્રાલયમેં ડાખલ કરાઇયેં. હિન રીતે, ‘દાદાજી’ ધીરેંજે શિક્ષણલા ગચ યોગ્ડાન ડીનોં.

આ પણ વાંચો: વલો કચ્છ: આસ્થા સાથે બૌદ્ધિક આયોજનોની પરંપરા જાળવતું કચ્છ…

૧૯૪૮-૪૯મેં, દાદાજી સોરો અનુસૂચિત જાતિજી ધીરેંકે નિસાળમેં ડાખલ કરાયોં નેં ધીરેંજે મિણી પરિવારેકે બો મેણેંજો રાસન ડિઇને મધ્ધ કિઇ નેં માજી ધારાસભ્ય વાલજીભા દાનિચાજે ચે અનુસાર ડાખલો ગિનીંધલ મિણી ધીરેંકે દાદા પ્રોત્સાહન તરીકેં ચાંધિજા સાંકરા ડીના વા. ઉન સ્મોમેં ધીરેંજે હિતમેં ગનાઇંધલ હી આઉગો પગલો ચોવાજે.

પાંજા વાલજીભા દાદાજે નાંલે જુકો ટ્રસ્ટ ભન્યો આય તેંમેં સક્રિય રયા ઐં. ધીરેંજે જીયણજો મેન તબક્કો હોય તો વીયાં. ગરીબ ને પીડિત પરિવારેંજી ધીરેંજા વીંયાટાણે, દાદાજી આર્થિક મધધ પૂરી કરીને કન્યાદાન કરાઇંધા વા. દાદાજીજે માટે મહિલાએંજો સન્માન જીવનજો મૂલ તતભ હો, નેં ઇની ધીરેંજા માન ને સન્માનકે બિનસરતી પ્રાથમિકતા ડિનલ હૂઇ.

૧૯૫૪મેં હિની નઉં છાત્રાલય બાંધાયો, ને જુનૂં ગોકુલવાસજે જરૂરિયાતમંધકે ડે મેં આયા. મહિલાએંલા દાદાજીજી સેવા અજજે સમોમેં પ પ્રેરણારૂપ આય, ને ઇ આલેખન ઇનીજે જીયણજે હરેક તબક્કે અનુભવાણો હો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button