ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

આકાશ મારી પાંખમાં : ગાંવ કા શહેરી છોરા, સંજય

-કલ્પના દવે

કુટુંબનું ભરણ-પોષણ કરવા કોને સંઘર્ષ નથી કરવો પડતો? શહેરી લોકોને ભૌતિક સુખ-સગવડ કે શિક્ષણ મળી રહે છે. પણ, ગામડાના કે પછાત વિસ્તારોમાં રહેતા લોકોને અને તેમાં ય યુવાનોને પ્રગતિ સાધવા ભારે સંઘર્ષ વેઠવો પડે છે. મુંબઈ ડ્રીમ સીટી કહેવાય છે, પણ સપનાં પૂરા કરવા અહીં ભારે પરિશ્રમ કરવો પડે છે, સંઘર્ષ વેઠવો પડે છે. ચાલો, આજે આપણે ઉત્તર પ્રદેશના જનકપુરી ગામના ૩૦વર્ષના સંજય શર્માને મળીએ.

જનકપુરી ગામમાં આઠમા ધોરણમાં ભણતો સંજય ગંભીર થઈ ગયો છે. એના પિતા નોકરી શોધવા મુંબઈ ગયા હતા ત્યારે અમ્મા અને દાદાએ સંજયને કહ્યું- ‘સંજુ, તુ બડા બેટા, તુઝે હમસબ કા ખ્યાલ રખના હે. મૈં બુઢા હૂં, ખેતકામ મેં હાથ બટા દે.’ એક વાર અમ્માએ કહ્યું- ‘સંજુ.અપની સરયૂ કો રોહિત સતાતા હૈ.

ઈસલિયે સરયુ ઈસકૂલ જાને સે ડરતી હૈ.’
સંજયે રોહિતની શાન ઠેકાણે લાવવા પોતાના મિત્રોનો સાથ લઈ તેની ધોલધપાટ કરી, પણ સરયૂએ તો બીકને લીધે શાળામાં જવાનું છોડી દીધું. પણ રોહિત ક્યાં ચુપ થઈને બેસે તેવો હતો. રોહિતે મનોમન નક્કી કર્યું કે હું આનો બદલો લઈશ જ. સંજયે પરીક્ષા માટે ખૂબ મહેનત કરી, પણ એ નપાસ થયો. પાછળથી ખબર પડી કે એના ટીચર રોહિતના બાપા હતા.

સંજય હતાશ થતાં વિચારવા લાગ્યો:- ‘મારા બધા મિત્રો ઉપલા ધોરણમાં ગયા, ને હું નપાસ થયો. નાનો ભાઈ સુજિત પહેલા નંબરે પાસ થયો. પણ જુઓ અમ્મા, દાદા અને નાની સરયુ પણ સુજિતના વખાણ કરે છે. તો શું હું નકામો છું? બુધ્ધુ છું?’

બીજે જ દિવસે શાળાના મેદાનમાં ક્રિકેટ મેચ હતી. એના ક્લાસના મિત્રો આવ્યા- ‘સંજુ ચાલ, રમવા.’
‘હવે હું રમવાનો નથી. મારે ભણવા માટે પણ નિશાળે નથી જવું.’
‘સંજુ, તું તો કેપ્ટન છે, એમ કંઈ ચાલે. ભણવાનું છોડાય નહીં.’
‘પણ, તમારો કેપ્ટન નપાસ થયો છે.’

‘અરે, એક વાર નપાસ થયો તો શું થઈ ગયું. તું તો તારા પપ્પાની જેમ મુંબઈનો શેઠ બનીશ.’ એના પીટી સરે કહ્યું, બધા મિત્રોને ખુશ કરવા, સરનું માન રાખવા કેપ્ટન સંજુ ક્રિકેટ મેચ રમ્યો. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં એની ટીમને ટ્રોફી પણ મળી.
બીજે દિવસે સવારે સંજય હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યાં એક સાધુમહારાજ બેઠા હતા. સંજુએ તેમના ચરણસ્પર્શ કરતાં કહ્યું- ‘બાબા, મુઝે માર્ગ દીખાઓ, મૈંને બહુત મહેનત કી થી, ફીર ભી આઠવીમેં ફેલ હો ગયા. પિતાજી શહર ચલે ગયે હૈ, એક સાલ હો ગયા. મૈં ઘરમેં બડા બેટા હૂં, મૈં ક્યા કરું.’

‘દેખ, બેટા તેરા ભાગ્ય તુઝે બડે શહેર મેં લેકે જાયેગા. તુ નેક દિલ હૈ. કુટુંબ કી સેવા કર. યે તેરા ભાઈ મેં વિધા કા યોગ હૈ, તૂ ઉસકા સહારા બન. બેટા, મેરા આશિષ હૈ, તુ શહર મેં જાકે ખૂબ કમાયેગા.’

સંજયે પિતાની જેમ મુંબઈ જવાનો નિશ્ર્ચય કરી લીધો. તેના કાકાનો દીકરો માધવ એક ઈલેક્ટ્રીક દુકાનમાં કામ કરતો હ઼તો.

સંજયે કહ્યું- ‘દાદા, હું પણ મુંબઈ નસીબ અજમાવવા જવા માગું છું.’ દાદાએ કહ્યું- ‘બેટા, ધરમના રસ્તે રહેજે. જે કામ કરે ઈમાનદારીથી કામ કરજે.’

‘સંજયભાઈ, મેરે સર કહતે થે કે તુમ પઢાઈ મેં હંમેશાં આગે રહના. અબ, પપ્પા નહીં હૈ, તુમ ભી જાતે હો, મૈં ક્યા કરુંગા?’ સુજિતે અગાસી પર સૂવા ગયા ત્યારે આંસુ સારતા કહ્યું.

‘જો સુજિત, મૈં તેરે જૈસા પઢને મેં તેજ નહીં. મગર મૈં તુઝે ખૂબ પઢાઈ કરાઉંગા. ઔર બંબઈ મેં કોઈ કામ કરકે તુઝે પઢાઉંગા. મુન્ની કી શાદી કરની હૈ. તુ અચ્છી તરહ પઢના, અમ્મા કા ઔર મુન્ની કા ખ્યાલ રખના.’

બંને ભાઈઓએ પોતાના કુટુંબને વધુ સુખી કરવા માટે નક્કી કર્યું કે સંજય શહેરમાં જઈને ખૂબ મહેનત કરી પૈસા કમાશે અને સુજિત ખૂબ ભણીને મોટો ધંધો કરશે. પછી આપણે બધા સાથે રહીશું.

સંજયના બાપા પાર્લાની એક ચાલીમાં રહેતા હતા. કોઈ એક ફેકટરીમાં કામ કરતા હતા. સંજયને શાંતિલાલ શેઠની ઓફિસમાં નોકરી મળી ગઈ. એને ડ્રાયવિંગ આવડતું હતું. શેઠે તેને ડ્રાઈવરની ડ્યૂટી પણ સોંપી. શેઠે પોતાના બંગલામાં રાત્રે સિકયોરિટીની રૂમમાં સૂવાની મંજૂરી પણ આપી.

શાંતિલાલ શેઠ એટલે સંજયના ગોડ ફાઘર. મોટા શેઠાણી મા જેવી કાળજી રાખે. નાના શેઠ પાસેથી સંજય શહેરની રીતભાત શીખ્યો. દીદીએ અંગ્રેજી બોલતા શીખવ્યું. નાના શેઠ સાથે બેંકનું કામકાજ પણ સંજય શીખી ગયો.
એક વાર દીદીએ એક ફોર્મ આપતાં કહ્યું- ‘સંજય તું હોશિયાર છે તારે ડાયરેકટ એસ.એસ.સીની પરીક્ષા આપવાની છે.’
‘દીદી, હું ઠોઠ છું એટલે તો નપાસ થઈ ગયો.’ સંજયે કહ્યું.

‘હું તને ભણાવીશ. તું હોશિયાર છે, ભાઈ સાથે બેંકના બધા કામ કરે છે. આ પરીક્ષા તું પાસ કર, પછી તું કોલેજમાં ભણી શકે.’ દીદીએ પુસ્તકો આપ્યાં, કોચિંગ કલાસમાં એડમિશન અપાવ્યું.

સંજયે એસ.એસ.સી.ની પ્રાયવેટ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી. એ ૫૦ ટકા મેળવી પાસ થઈ ગયો. મોટા શેઠે ઓફિસમાં બધાને પાર્ટી આપી. કહ્યું- ‘આજે મારો નાનો દીકરો પાસ થયો છે.’

શેઠ, મને આશિષ આપો કે હું સારા કામ કરું. સંજયે ચરણ સ્પર્શ કરતાં કહ્યું.
એક દિવસ સાંજે કારને ગેરેજને બંધ કરતાં સંજયે જોયું કે પાછલી સીટ નીચે ૨.૫લાખ રૂપિયાનો એક બેરર ચેક પડ્યો છે. તરત જ એ ચેક લઈને સંજયે મોટા શેઠને આપી દીધો.

શેઠે ખુશ થતાં કહ્યું- ‘સંજય તું ખૂબ ઈમાનદાર છે. તારી જગ્યાએ બીજું કોઈ હોત તો અમને આપવાને બદલે રોકડી કરી લેત.’

‘શેઠ આપ મને દીકરાની જેમ રાખો છો, પછી શું હું પૈસા ખાતર એવું કામ કરું? મારા દાદાજી અને પપ્પા કહે છે ગરીબી સે મત ગભરાવો, હંમેશા ઈમાનદારી ઔર ઈજજત સે જીયો.’

મોટા શેઠે સંજયને કોમ્પ્યુટર મિકેનિકનો કોર્સ કરાવ્યો, પોતાની ઓફિસની નજીક એક શોપિંગ સેન્ટરમાં એક શોરૂમ શરૂ કરાવી આપ્યો. હવે એ ડ્રાઈવર સંજય નહીં પણ બિઝનેસ મેન સંજય બની ગયો. દીદીએ તેને ઈંગ્લિશ સ્પીકીંગ અને કોમ્યુનિકેશન સ્કીલ વિશે ઓનલાઈન કલાસ કરાવ્યા.

નાના ભાઈ સુજિતના એન્જિનિયરીંગના અભ્યાસ માટે સંજયે ફી ભરી, એને ઓનલાઈન ડિજિટલ કોર્સ કરવા માટે ૪૫ હજારનું કોમ્પ્યુટર પણ અપાવ્યું. નાની બેન સરયૂએ શાળાનો અભ્યાસ છોડી દીધો હતો પણ સિવણ કામમાં કુશળ છે. સંજયે એને સિલાઈ મશીન અપાવ્યું હવે ગામમાં જ પોતે ટેલરિંગનું કામ કરે છે. અમ્માને અને દાદાને સાચવે છે.
નવરાત્રિને દિવસે આરતી પૂરી થયા પછી પ્રસાદ આપતાં જ દીદીએ હસતાં હસતાં કહ્યું- ‘સંજય હવે તો તું દુકાનનો માલિક છે, સારું કમાય છે. તો તેં માતાજી પાસે શું માગ્યું- અભી તો કોઈ અચ્છીસી બહુરાની ચાહિયે.’

Also Read….આહારથી આરોગ્ય સુધીઃ પહાડી શાકભાજી ને કંદ કેટલા ઉપકારક?

‘દીદી, યે જો કુછ ભી મૈં કર શકા વો તો બડે શેઠ ઔર આપ સબ કી કૃપા હૈ. ઔર રહી બાત શાદી કી વો ભી માતાજી કી કૃપાસે હો જાયેગી. મગર પહેલે મેરી છોટી બહન કી શાદી કરાઉંગા. લેકિન હમારે ગાંવ મેં જિતના પઢા-લિખા લડકા હો ઉતના બડા દહેજ દેના પડતા હૈ.’

અરે, પગલે, મૈં તો તેરી શાદી કી બાત કરતી હું. તું અબ ગાંવ કા શહેરી છોરા બન ગયા હૈ.
સંજયે મીઠું સ્મિત આપતાં પુછ્યું – ‘મૈં ગાંવ કા શહેરી છોરા લગતા હું?’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button