‘…એક-બે મેચમાં સાબિત થઇ જશે’, અજય જાડેજાએ ગૌતમ ગંભીર વિષે કહી મહત્વની વાત
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border-Gavaskar Trophy) રમી રહી છે, પાંચ મેચની સિરીઝની પહેલી મેચમાં ભારતે શાનદાર જીત મળેવી હતી, ભારતે પર્થમાં ઓસ્ટ્રેલીયાને (IND vs AUS) 295 રને હરાવ્યું. એ પહેલા ભારતીય ટીમને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે સિરીઝમાં 0-3થી કારમી હાર મળી હતી. ત્યાર બાદ હેડ કોચ ગૌતમ ગંભીરની ભારે ટીકા (Coach Gautam Gambhir) થઇ હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ક્રિકેટ એક્ષપર્ટ અજય જાડેજાએ (Ajay Jadeja) ગૌતમ ગંભીરનો બચાવ કર્યો છે.
અજય જાડેજાએ કહ્યું છે કે ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરના પ્રદર્શનની સમીક્ષા કરવી ખૂબ જ વહેલું છે, કારણ કે તેમને આ ભૂમિકા ભજવતા માત્ર છ મહિના થયા છે. ગૌતમને રેડ-બોલ ફોર્મેટમાં કોચિંગનો અગાઉ કોઈ અનુભવ નથી.
બે મેચમાં સાબિત થઇ જશે:
અજય જાડેજાએ કહ્યું, “મને લાગે છે કે આત્યારથી મૂલ્યાંકન કરવું ગંભીર સાથે અન્યાય હશે. જો કોચિંગની ભૂમિકાની સમીક્ષા કરવાનું શરૂ કરી દેવામાં આવશે તો તેના પર ઘણું દબાણ આવશે. આ ખૂબ જ ટૂંકો સમય છે. જો તમે એવું માનો છો કે તેઓ સારા કોચ નથી, તો એક કે બે મેચમાં પ્રદર્શનથી સાબિત થઇ જશે. મને નથી લાગતું કે આ તેને જજ કરવાનો સમય છે.”
Also Read….એક કરોડવાળો 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી એક જ રનમાં આઉટ!
ગૌતમ ગંભીરના નિવેદનો વિવાદમાં:
ગૌતમ ગંભીર બાબતે માત્ર ભારતીય ટીમના તાજેતરના પ્રદર્શનથી ચિંતા નથી, પરંતુ ખેલાડીઓ અને નિષ્ણાતો બાબતે તેમના નિવેદનો પણ સવાલોના ઘેરામાં છે.
અજય જાડેજાએ કહ્યું, “આવા ઘણા તબક્કાઓ આવશે. આવી પરિસ્થિતિઓમાં, ક્યારેક તમે હારશો, ક્યારેક તમે જીતો છો. તેથી હું આ વિષે બધું નહીં કહું અને છ મહિના બાદ મૂલ્યાંકન કરીશ. તમે જાણો છો કે શું પૂછવામાં આવ્યું હતું અને તમને શું જવાબો મળી રહ્યા હતા. ગંભીર ખૂબ જ સ્પષ્ટવકતા છે અને તેમણે સમગ્ર કારકિર્દી દરમિયાન એવું જ વર્તન કર્યું છે.”