નેશનલવેપાર

સરકાર ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ૨૫ લાખ ટન ઘઉંનું વેચાણ કરશે

નવી દિલ્હી: સ્થાનિકમાં ખાદ્ય ચીજોના વધતા ફુગાવાને અંકુશમાં રાખવા માટે સરકાર આગામી માર્ચ, ૨૦૨૫ સુધીમાં મોટા સ્થાનિક વપરાશકારો (બલ્ક કન્ઝ્યુમર)ને ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા ૨૫ લાખ ટન ઘઉંનું વેચાણ કરશે, એમ સરકારે ગત ગુરુવારે સરકારે મોડી સાંજે જાહેરાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સ્થાનિકમાં ઘઉંના પુરવઠા અને ભાવનું નિયમન કરવા માટે સરકાર દ્વારા ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ થતાં વેચાણનો વહીવટ જાહેર ક્ષેત્રની ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (એફસીઆઈ) મારફતે થતો હોય છે.

અનાજ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું કે ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ થનારા ઘઉંના વેચાણમાં ફેર એવરેજ ક્વૉલિટીના ઘઉં માટે રિઝર્વ ભાવ ક્વિન્ટલદીઠ રૂ.૨૩૨૫ અને અન્ડર રિડ્યુસ્ડ સ્પેસિફિકેશન (યુઆરએસ) ઘઉં માટે ક્વિન્ટલે રૂ. ૨૩૦૦ નિર્ધારિત કરવામાં આવ્યા છે.

Also Read – તમામ દેશી આયાતી તેલમાં ઉછાળો: આ એક તેલમાં ઘટાડો

આગામી માર્ચ, ૨૦૨૫ સુધીમાં થનારું વેચાણ ઈ-ઑક્શન મારફતે ફ્લોર મિલરો, ઘઉંની બનાવટ જેમ કે રવો-મેંદાના ઉત્પાદકો, પ્રોસેસરો અને અંતિમ વપરાશકારો સહિત ખાનગી ખેલાડીઓને કરવામાં આવશે. જોકે, સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ એફસીઆઈ દ્વારા કઈ તારીખથી વેચાણ શરૂ કરવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહોતી કરવામાં આવી. ગત સાલ ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાએ મોટા વપરાશકારોને ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ૧૦ લાખ ટન કરતાં વધુ માત્રામાં ઘઉંનું વેચાણ કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button