સ્પોર્ટસ

ભારતની અન્ડર-19 ટીમ પાકિસ્તાનને લડત આપ્યા પછી હારી…

દુબઈઃ અહીં મેન્સ અન્ડર-19 એશિયા કપની પ્રથમ લીગ મૅચમાં ભારતનો પાકિસ્તાન સામે રોમાંચક મુકાબલામાં 43 રનથી પરાજય થયો હતો. ખરેખર તો ભારતીય ટીમે લડત આપ્યા પછી પરાજય જોયો હતો.

આ પણ વાંચો : વરસાદ પડ્યો એમાં રોહિત અને ગિલને સૌથી વધુ નુકસાન, કેવી રીતે જાણો છો?

પાકિસ્તાને બૅટિંગ લીધા બાદ 50 ઓવરમાં સાત વિકેટે 281 રન બનાવ્યા હતા જેમાં શાહઝૈબ ખાનના 159 રન સામેલ હતા.

ભારત વતી સમર્થ નાગરાજે ત્રણ તેમ જ મુંબઈના આયુષ મ્હાત્રેએ બે વિકેટ લીધી હતી.

ભારતીય ટીમ લડત આપ્યા બાદ 47.1 ઓવરમાં 238 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી જેમાં એક માત્ર નીખિલ કુમારની હાફ સેન્ચુરી (67 રન) સામેલ હતી.

પાકિસ્તાનના અલી રઝાએ ત્રણ વિકેટ લીધી હતી.

ભારતે આ ટૂર્નામેન્ટમાં દસમાંથી આઠ વખત ફાઇનલ જીતીને ટ્રોફી પર કબજો કર્યો છે.

આ પણ વાંચો : પર્થમાં પરચો બતાવ્યો, હવે ઍડિલેઇડમાં અહંકાર તોડજો

આ સ્પર્ધામાં ભારતના ગ્રૂપ એ'માં યુએઇ તથા જાપાન પણ છે.ગ્રૂપબી’માં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ સામેલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button