વેપાર
ઑક્ટોબરના બીજા તબક્કામાં ૧૫ લાખ ટન ખાંડ છૂટી કરવામાં આવી
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં સ્થાનિક તથા દેશાવરોની માગને ટેકે વેપાર ક્વિન્ટલે રૂ. ૧૫ના સુધારા સાથે રૂ. ૩૬૨૫થી ૩૬૬૫માં ગુણવત્તાનુસાર ધોરણે થયાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સ્મોલ ગ્રેડની ખાંડમાં એકંદરે માગ પાંખી રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૨૪નો ઘટાડો આવ્યો હતો. તેમ જ નાકા ડિલિવરી ધોરણે પણ માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.