હાઉસિંગ સોસાયટીમાં મહિલા સામે અશ્ર્લીલ હરકત કરનારો પકડાયો…
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં હાઉસિંગ સોસાયટીમાં મહિલા સામે અશ્ર્લીલ હરકત કરવા બદલ 20 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ‘ખોટી સારવાર’ને કારણે પુત્રનું મૃત્યુ:પિતાને ગેરમાર્ગે દોરવા બદલ છ ડોક્ટર સામે ગુનો દાખલ…
પોલીસે જણાવ્યું હતું કે ઑક્ટોબરમાં આ ઘટના બની હતી અને આરોપીને ભિવંડીના ગૈબીનગર ખાતેથી શુક્રવારે પકડી પાડવામાં આવ્યો હતો.
મહિલાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપી હાઉસિંગ સોસાયટીમાં પ્રવેશ્યો હતો અને ટેરેસ પર ગયો હતો, જ્યાં તેણે મહિલા સામે હસ્તમૈથુન કર્યું હતું.
આ પણ વાંચો : ભાંડુપમાં શાળાની ત્રણ વિદ્યાર્થિનીનો વિનયભંગ
મહિલાએ તાજેતરમાં પરિસરના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)