મધ્ય-હાર્બર લાઇનમાં બ્લોક
મુંબઈ: મધ્ય રેલવેમાં ટ્રેક, સિગ્નલ સિસ્ટમ તથા એન્જિનિયરિંગ કામ કરવા માટે રવિવારે મેગાબ્લોક લેવામાં આવનાર છે. પશ્ર્ચિમ રેલવે પર રવિવારે દિવસ દરમિયાન કોઇ બ્લોક નહીં હોય.
મધ્ય રેલવેની મેઇલ લાઇનમાં સીએસએમટીથી વિદ્યાવિહાર દરમિયાન અપ અને ડાઉન સ્લો લાઇનમાં સવારે ૧૦.૫૫થી બપોરે ૩.૨૫ વાગ્યા સુધી બ્લોક રહેશે. બ્લોક દરમિયાન સીએસએમટી-વિદ્યાવિહાર દરમિયાન અપ અને ડાઉન લાઇનની સ્લો લોકલ ફાસ્ટ લાઇન પર દોડાવવામાં આવશે. આ લોકલ ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશન પર ઊભી રહેશે.
આપણ વાંચો: સ્વચ્છતા ઝુંબેશઃ મધ્ય રેલવેમાં રેલવે ટ્રેક પરથી ૧૨૦ ટન કચરો ભેગો કરાયો…
હાર્બર લાઇનમાં પનવેલ-વાશી અપ અને ડાઉન લાઇન પર સવારે ૧૧.૦૫ કલાકથી બપોરે ૪.૦૫ કલાક સુધી બ્લોક રહેશે. બ્લોક દરમિયાન સીએસએમટી/પનવેલ/બેલાપુર અપ અને ડાઉન લાઇન પરની લોકલ સેવા રદ રહેશે. ટ્રાન્સહાર્બર લાઇનમાં થાણે-પનવેલ અપ અને ડાઉન લોકલ સેવા રદ રહેશે.
સીએસએમટી-વાશી વચ્ચે વિશેષ લોકલ દોડાવવામાં આવશે. થાણે/વાશી/નેરુલ સ્ટેશન દરમિયાન લોકલ સેવા ઉપલબ્ધ હશે. બેલાપુર/નેરુલ અને ઉરણ સ્ટેશન દરમિયાન પોર્ટ લાઇન ઉપલબ્ધ હશે.